ચૂંટણીઓ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, કલેકટરની વિવિધ સેન્ટરોની મુલાકાત
અમદાવાદ જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી સુજીત કુમારે વિવિધ રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરોની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે EVM સ્ટોરેજ, સ્ટાફની ફાળવણી અને કેન્દ્રો પરની પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કરી મતદાન પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
28 રિસીવિંગ અને ડિસ્પેચિંગ કેન્દ્રો કાર્યરત