નિર્મલા સીતારમણે માયથોસ એઆઈ પર ચિંતા વ્યક્ત કરી, બેંકોને સતર્ક રહેવા આપી સલાહ
નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારતીય બેંકો હાલમાં ટેકનોલોજીકલ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ ઝડપથી વિકસતી એઆઈ ટેકનોલોજીને વધુ સતર્કતાની જરૂર છે.તેમણે જણાવ્યું હતું કે સરકાર "માયથોસ એઆઈ" મોડેલ સાથે સંકળાયેલા જોખમોનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે, જેણે તેની અદ્યતન ક્ષમતાઓને કારણે વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે.