નૌકાદળના વડાએ સમુદ્રમાં પૂર્વીય કાફલાની ઓપરેશનલ તૈયારીઓની કરી સમીક્ષા
સમુદ્રમાં પૂર્વીય નૌકાદળની તૈયારીની સમીક્ષા કરતી વખતે, ચીફે આધુનિક શસ્ત્રો અને માનવરહિત પ્રણાલીઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં નૌકાદળના કર્મચારીઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો. સમીક્ષા દરમિયાન, ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ બહુ-ખતરાના વાતાવરણમાં હાથ ધરવામાં આવેલા અદ્યતન ઓપરેશનલ ડ્રીલ્સનું પણ અવલોકન કર્યું.