ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્ય મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ 2025-26” યોજાયો
આ સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર જૂનાગઢના પશુપાલક અરજણ ઓડેદરા, દ્વિતીય ક્રમે સુરતના પશુપાલક ખંડુ પટેલ તથા તૃતીય ક્રમે મોરબીના પશુપાલક પ્રવિણ પટેલને પશુપાલન રાજ્ય મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને ક્રમશ: રૂ. 1,00,000, રૂ. 51,000 અને રૂ. 31,000 ની પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.