કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો
ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગરના મોતીબાગ ખાતે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટરમાં ક્લસ્ટર કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા યુવાનોને તેમની લાયકાત, કૌશલ્ય અને આવડતને અનુરૂપ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા રોજગારદાતા અને રોજગારવાંચ્છુ ઉમેદવારોને એક મંચ પર લાવી ક્લસ્ટર કક્ષાના ભરતીમેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.