Skip to main content
Settings Settings for Dark

Live TV

X

નેપાળ પૂર: ભારતીય ફોરેન્સિક નિષ્ણાતો પીડિતોના DNA વિશ્લેષણમાં મદદ કરશે

નેપાળમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે રવિવારે વિનાશક પૂરના ભોગ બનેલા લોકોના મૃતદેહોની ઓળખ કરવામાં મદદ કરવા માટે આપત્તિગ્રસ્ત દેશમાં તૈનાત ભારતીય ફોરેન્સિક ટીમના સભ્યો સાથે મુલાકાત કરી. રાજદૂતે પુનરોચ્ચાર કર્યો કે, ભારત નેપાળમાં ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરીને મજબૂત સમર્થન આપવાનું ચાલુ રાખશે.

ફોરેન્સિક ટીમ ચોથી ભારતીય રાહત ફ્લાઇટમાં કાઠમંડુ પહોંચી....જેમાં આવશ્યક રાહત પુરવઠો, તેમજ આપત્તિ રાહત કામગીરીમાં મદદ કરવા માટે વિશિષ્ટ તકનીકી કર્મચારીઓ અને સાધનો પણ હતા.

Gujarati

 ‘વિકસિત ભારત’ની યાત્રા દરેક મહોલ્લા, વસાહત અને પરિવાર સુધી પહોંચવી જોઈએ : રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે... તેમણે કહ્યું કે, ‘વિકસિત ભારત’ની યાત્રા મોટા શહેરોથી શરૂ થઈને દરેક મહોલ્લા, વસાહત અને પરિવાર સુધી પહોંચવી જોઈએ. વિકાસ માત્ર ઈમારતોમાં નહીં, પરંતુ આપણી ઓળખ અને જીવનશૈલીમાં પણ દેખાવો જોઈએ.

Gujarati

તાશ્કંદમાં યોગ સત્રમાં સામેલ થયા PM મોદી, સહભાગીઓ સાથે પણ કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાશ્કંદમાં યોગ ફેડરેશન ઓફ ઉઝબેકિસ્તાન દ્વારા આયોજિત યોગ સત્રમાં ભાગ લીધો હતો. યોગ સત્ર દરમિયાન તેમણે ઉપસ્થિત સહભાગીઓ સાથે વાતચીત પણ કરી હતી... પ્રધાનમંત્રી મોદી બે દિવસની ઉઝબેકિસ્તાન મુલાકાતે તાશ્કંદમાં છે. એરપોર્ટ પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ તેમણે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવનો આભાર માન્યો હતો.

Gujarati

મન કી બાતમાં PM મોદીની યુવાનોને વિનંતી: ડ્રગ્સથી દૂર રહો, 'વોકલ ફોર લોકલ' અપનાવવો

"મન કી બાત" ના 137મા એપિસોડમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજની ભાગીદારીથી વિકસિત ભારત બનાવવાનો સંદેશ આપ્યો, જેમાં દેશના વિવિધ ભાગોમાં પોતાના નાના પ્રયાસો દ્વારા પરિવર્તન લાવી રહેલા યુવાનો, મહિલાઓ, ખેડૂતો, સફાઈ કામદારો અને અન્ય લોકોનો ઉલ્લેખ કર્યો. તેમણે ડ્રગ-મુક્ત ભારત અભિયાનને જન આંદોલન બનાવવા, સ્વચ્છતાને વર્તનનો ભાગ બનાવવા, મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને યુવાનોને સંશોધન અને નવીનતા સાથે જોડવા પર ભાર મૂક્યો.

ઇતિહાસને રસપ્રદ બનાવવાની પહેલની પ્રશંસા 

Gujarati

ભારતીય ડાયસ્પોરા ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે જીવંત સેતુ છે: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનની મુલાકાતે છે.... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ઉઝબેકિસ્તાનમાં રહેતા ભારતીય સમુદાય ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે એક જીવંત સેતુ તરીકે કામ કરે છે. બે દિવસની રાજ્ય મુલાકાત દરમિયાન તાશ્કંદ પહોંચેલા પ્રધાનમંત્રીનું ભારતીય સમુદાય તરફથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભારતીય અને ઉઝબેક પરંપરાઓનું સુંદર મિશ્રણ દર્શાવવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે, બંને દેશોના લોકો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધો દ્વિપક્ષીય મિત્રતાને વધુ ગાઢ બનાવી રહ્યા છે.

ભારતીય સમુદાયના પ્રેમથી અભિભૂત થયા PM મોદી

Gujarati

ઉઝબેકિસ્તાનમાં ભારતીય સાંસ્કૃતિનો પ્રભાવ જોવા મળ્યો, PMની સામે કલાકારો પરફોર્મ કરવા માટે ઉત્સાહિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની મુલાકાતે છે... ભારત અને ઉઝબેકિસ્તાનના સહિયારા સાંસ્કૃતિક વારસા અને બંને દેશો વચ્ચેની મિત્રતાનું પ્રદર્શન કર્યું. પ્રધાનમંત્રી સમક્ષ પ્રદર્શન કરનારા સ્થાનિક કલાકારો અને ભારતીય સમુદાયના સભ્યોએ આ ખાસ પ્રસંગ અંગે ઉત્સાહ અને ગર્વ વ્યક્ત કર્યો. કલાકારોએ પીએમ મોદી સમક્ષ પ્રદર્શનને સન્માન અને વિશેષાધિકાર ગણાવ્યો, જ્યારે ભારતીય સમુદાયના સભ્યએ પ્રધાનમંત્રીને મળવાને જીવનભરના સ્વપ્નની પરિપૂર્ણતા ગણાવી.

પીએમ મોદી સમક્ષ રજૂઆતને સન્માન કહેવામાં આવ્યું

Gujarati

‘CM યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદી માટે આપવામાં આવેલી મુદત લંબાવાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, વર્ષ 2026-27 માટે 'મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના' હેઠળ કૃષિ ઓજારો અને ટ્રેક્ટર સંચાલિત સાધનોની ખરીદી કરવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોની ખરીદીની સમયમર્યાદામાં વધારાના 15 દિવસની મુદત લંબાવી આપવામાં આવી છે

Gujarati

દ્વારકા-જામનગરમાં સૌની યોજના મારફતે પાણી આપવાનો CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર વિસ્તારના નાગરિકો તથા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે.  

આમ છતાં, દ્વારકા અને જામનગરની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-2 જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે.  

Gujarati

PM મોદીએ યાંગી ઉઝબેકિસ્તાન પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી, સમૃદ્ધ ઇતિહાસ-વારસાને શ્રદ્ધાંજલિ

PM મોદીએ શનિવારે તાશ્કંદના યાંગી ઉઝબેકિસ્તાન પાર્કમાં શહિદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરીને ઉઝબેકિસ્તાનના સમૃદ્ધ ઇતિહાસ, વારસો અને રાષ્ટ્રીય ભાવનાને શ્રદ્ધાંજલિ આપી. આ મુલાકાત દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ પણ હાજર હતા. બંને નેતાઓએ ઉદ્યાનમાં ઉઝબેક સંસ્કૃતિ અને ઇતિહાસ દર્શાવતી કલાકૃતિઓ નિહાળી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ પ્રસંગ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલતી અને ઊંડી મિત્રતાને રેખાંકિત કરે છે.

રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવે પીએમ મોદીનું સ્વાગત કર્યું

Gujarati

માઉન્ટ આબુ ખાતે નિઃશુલ્ક પર્વતારોહણ કોર્સનું આયોજન: જાણો અરજી કરવાની સંપૂર્ણ વિગત

સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા રાજ્યના બાળકો અને યુવાનો માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પર્વતારોહણ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓને રહેવા, જમવા તથા મુસાફરી ભાડાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે. સાહસ અને રોમાંચના ક્ષેત્રે કારકિર્દી બનાવવા કે કૌશલ્ય વિકસાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક સમાન છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા રાજ્યના સાહસિક બાળકો અને યુવાનો માટે આ વિવિધ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2026 Max Temp : °C Min Temp : °C
apply