‘ખેલ મહાકુંભ’થી ઓલિમ્પિક્સના સપના સુધી ગુજરાતની સ્વર્ણિમ છલાંગ
‘શક્તિદૂત યોજના’ અને ‘ઇન-સ્કૂલ પ્રોગ્રામ’ હેઠળ ઉભરતા ખેલાડીઓને કોચિંગ, પૌષ્ટિક આહાર, રમતગમતની કિટ અને આર્થિક સહાય આપવામાં આવે છે. જિલ્લા સ્તરે આધુનિક સ્પોર્ટ્સ સંકુલો તથા સ્ટેડિયમના નિર્માણથી યુવા ખેલાડીઓને વધુ સારી સુવિધાઓ મળી રહી છે.અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આકાર લઈ રહેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે નવી ઓળખ અપાવી રહ્યા છે.