ભારતના ગ્રાન્ડમાસ્ટર પ્રણેશે હંગેરીમાં કનિઝા ઓપન ટાઇટલ જીત્યું
ભારતના 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર પ્રણેશ એમે હંગેરીમાં યોજાયેલી પ્રતિષ્ઠિત કનિજ્સા ઓપન ચેસ સ્પર્ધાના ગ્રુપ-એનું ખિતાબ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. અંતિમ નવમા રાઉન્ડમાં પ્રણેશે જર્મનીના વાદિમ પેટ્રોવ્સ્કીને પરાજય આપ્યો હતો. 2673 રેટિંગ ધરાવતા પ્રણેશ ઓગસ્ટ-2026ની ફિડે રેન્કિંગમાં 44મા ક્રમે છે. તમિલનાડુના કરાઈકુડીના પ્રણેશે નવ રાઉન્ડમાં સાત ગુણ મેળવી ટાઈબ્રેકના આધારે ઇઝરાયલના ઓર બ્રોન્સ્ટીન, યુક્રેનના આંદ્રેઈ વોલોકિતિન અને ભારતના કાર્તિક વેંકટરમનને પાછળ રાખી ખિતાબ જીત્યો છે.