Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સાગબારામાં 600થી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન

જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ વિભાગ અને રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછીના અભ્યાસક્રમો, સરકારી નોકરીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પ્રાઈડ કેરિયર એકેડેમી, સુરતના જગદીશભાઈ બરવાળીયાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ અંગે માહિતી આપી હતી.

Gujarati

નર્મદા જિલ્લામાં કર્મયોગી પ્રશિક્ષણ તાલીમ યોજાઈ

તાલીમમાં કર્મચારીઓને નાગરિક કેન્દ્રિત, સંવેદનશીલ અને ગુણવત્તાસભર સેવા પૂરી પાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કર્મચારીઓની કાર્યક્ષમતા, પારદર્શિતા, જવાબદારી અને સેવા ભાવના વધારવા માટે વ્યક્તિત્વ વિકાસ, અસરકારક સંવાદ, સમયમર્યાદામાં કામગીરી, ટીમભાવના અને પારદર્શક વહીવટ જેવા વિષયો પર તાલીમ અપાઈ હતી.માસ્ટર ટ્રેનર્સ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, જૂથ ચર્ચા, પ્રશ્નોત્તરી અને વ્યવહારુ ઉદાહરણો દ્વારા કર્મચારીઓને કાર્યસ્થળે અસરકારક કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Gujarati

ગુજરાતના પવિત્ર યાત્રાધામો ખાતે વર્ષ 2025-26 દરમિયાન 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો લાભ લીધો

તેમાં પાવાગઢ ખાતે 23.43 લાખ, અંબાજી ખાતે 15.58 લાખ અને ગિરનાર ખાતે 8.31 લાખથી વધુ યાત્રાળુઓનો સમાવેશ થાય છે.જૂનાગઢનો 2.12 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વે પૈકીનો એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. રોપ-વેના 31 કેબિન દ્વારા પ્રતિ કલાક આશરે 1,000 મુસાફરોનું પરિવહન થાય છે અને આશરે 9 મિનિટની મુસાફરી દરમિયાન ગિરનાર પર્વતના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકાય છે.

Gujarati

ભૂકંપ બાદ કોલંબિયાની મદદે ભારત, માનવતાવાદી સહાય પહોંચાડી

આ સહાયમાં દવાઓ અને તબીબી સાધનો, અસ્થાયી આશ્રય માટેની સામગ્રી, સ્વચ્છતા સામગ્રી તેમજ અન્ય જરૂરી રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આ મુસીબતના સમયમાં કોલંબિયાની જનતા સાથે ભારતની એકતા વ્યક્ત કરી હતી.

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ જાપાનને ભારતીય કંપનીઓ-સ્ટાર્ટઅપ્સ સાથે ભાગીદારીનું આપ્યુ આમંત્રણ

પ્રધાનમંત્રી મોદીએ જાપાનને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત ભારતીય કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે સંરક્ષણ ક્ષેત્રે સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું. તેમણે હિંદ-પ્રશાંત ક્ષેત્ર સહિત સમગ્ર વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત-જાપાનના સંરક્ષણ અને સુરક્ષા સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Gujarati

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 99મું સફળ અંગદાન

તા. 15 ઓગસ્ટે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પવનકુમારને તા. 16 ઓગસ્ટે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તા. 18 ઓગસ્ટે તબીબોની ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.તબીબો અને કાઉન્સેલરોએ પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતાં પત્ની સુષ્માબેન સહિત પરિવારજનોએ ભારે હૈયે અંગદાન માટે સંમતિ આપી હતી.

Gujarati

વર્લ્ડ બેંક સમક્ષ ગુજરાતનું વૈશ્વિક વિકાસ વિઝન

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વહીવટ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને જનસેવા સહિતના ક્ષેત્રોમાં AIના ઝડપી અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે AI માત્ર ટેકનોલોજી નહીં, પરંતુ વિકાસને નવી ગતિ આપવાનું શક્તિશાળી સાધન છે.મુખ્યમંત્રીએ GIFT Cityની વિકાસગાથા રજૂ કરતાં જણાવ્યું હતું કે તેને આગામી તબક્કામાં ફાઇનાન્સ, ટેકનોલોજી, ફિનટેક, AI, ડેટા અને ઇનોવેશનની સંકલિત વૈશ્વિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે.

Gujarati

જંતર મંતર વિરોધમાં વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાની તપાસ માટે SCની પાંચ સભ્યોની સમિતિ

સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા જરૂરિયાત કરતાં વધુ બળપ્રયોગ કરવા તેમજ પોલીસ કર્મચારીઓ સામે હિંસાના આરોપોની તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ઉચ્ચાધિકાર સંપન્ન તપાસ સમિતિની રચના કરી છે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે શું કહ્યું ?

Gujarati

CM ભૂપેન્દ્ર પટેલની વોશિંગ્ટનમાં વોલમાર્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ સાથે બેઠક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના અમેરિકા અને કેનેડાના પ્રવાસ અંતર્ગત વોશિંગટન DCમાં વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગુજરાતના વિશાળ MSME સેક્ટરની નિકાસ તકો વધારવા અને ગુણવત્તા સુધારણા અંગે સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.

ગુજરાતના MSME ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે લઈ જવા પરામર્શ

Gujarati

સરહદી વિસ્તારોની પહેલા અવગણના થતી, હવે તે મોદી સરકારની ટોચની પ્રાથમિકતા: કિરેન રિજિજુ

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશમાં "ચીન તરફથી ઘૂસણખોરી"ના તાજેતરના દાવાઓને ફગાવી દીધા અને કહ્યું કે, સરહદી વિસ્તારો પહેલા અવગણવામાં આવતા હતા, પરંતુ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની "ટોચની પ્રાથમિકતા" છે.

કેન્દ્રીય મંત્રીએ 2013માં સંસદમાં ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2026 Max Temp : °C Min Temp : °C
apply