Skip to main content
Settings Settings for Dark

Live TV

X

દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત અંગે નીતિ ઘડવા સમિતિ રચાઈ

મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો છે.સમિતિ ભારત સરકારની સૂચનાઓ, પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓનો અભ્યાસ કરશે. સાથે જ અન્ય રાજ્યોમાં દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અપાતી અનામત અંગેની નીતિઓ અને જોગવાઈઓનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે.

Gujarati

રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાતના 34 જિલ્લાઓમાં ‘સ્પેસ ક્વિઝ’નું આયોજન

 23 ઑગસ્ટે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રો (CSC) અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSC)ના નેટવર્ક દ્વારા ક્વિઝ યોજાશે. ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ ક્વિઝમાં કોઈ નોંધણી ફી રહેશે નહીં.ક્વિઝમાં ભારતીય અવકાશ કાર્યક્રમ, ISRO, ચંદ્રયાન, ઉપગ્રહો, અવકાશ ટેક્નોલોજી, મૂળભૂત અવકાશ વિજ્ઞાન, ભારતની અવકાશ સિદ્ધિઓ અને ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોના યોગદાન અંગે પ્રશ્નો પૂછવામાં આવશે.

Gujarati

ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ યુવા અને રમતગમત મંત્રીઓની બેઠક વિશાખાપટ્ટનમમાં

બેઠકમાં બ્રિક્સના તમામ 11 સભ્ય દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ ભાગ લેશે. બેઠકનો મુખ્ય હેતુ યુવા વિકાસ અને રમતગમત ક્ષેત્રે સભ્ય દેશો વચ્ચે સહયોગ મજબૂત કરવાનો છે.કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા બેઠકોની અધ્યક્ષતા કરશે, જ્યારે રાજ્યમંત્રી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહેશે. યુવા મંત્રીઓની બેઠકમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા, યુવા કલ્યાણ અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠકના અંતે ‘બ્રિક્સ યુવા મંત્રીઓનું સંયુક્ત ઘોષણાપત્ર’ અને ‘બ્રિક્સ યુવા સહયોગ માળખું’ અપનાવવામાં આવશે.

Gujarati

મકાન ધરાશાયી થતાં બોટાદ ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી

સુરક્ષાને ધ્યાનમાં રાખીને મકાનની વીજ લાઈન બંધ કરાવવામાં આવી હતી અને ગેસ કનેક્શન પણ સાવધાનીપૂર્વક અલગ કરી સુરક્ષિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફાયર ટીમે કાળજીપૂર્વક કાટમાળ હટાવી ઘરવખરી અને કિંમતી સામાન બહાર કાઢ્યો હતો. જેમાં સોનાની કિંમતી વસ્તુઓ સહિતનો સામાન સલામત રીતે પરિવારને સોંપવામાં આવ્યો હતો.

Gujarati

રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026 માટે 48 શિક્ષકોના નામ જાહેર

શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, નવોદય વિદ્યાલય સમિતિ, સૈનિક શાળાઓ, આદર્શ જનજાતીય શાળાઓ અને PM શ્રી શાળાઓના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.

Gujarati

અમદાવાદમાં 21મો EXCEED Environment, HR and CSR Award 2026 યોજાયો

રાજ્યપાલએ જણાવ્યું હતું કે જીવનમાં બનેલી નાની ઘટના પણ વ્યક્તિને પ્રેરણા આપી માનવ કલ્યાણ અને સમાજસેવાનું માધ્યમ બની શકે છે. તેમણે ભારતીય સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના વિચારને યાદ કરાવી સમાજના વંચિત વર્ગના આંસુ લૂછવા અને રાષ્ટ્રસેવામાં યોગદાન આપવાનું આહ્વાન કર્યું હતું.તેમણે કહ્યું કે માણસે માત્ર પોતાના વિકાસ પૂરતો સીમિત ન રહેતા માનવ કલ્યાણ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવું જોઈએ. ધનની ત્રણ ગતિ—દાન, ભોગ અને નાશ—માં જરૂરિયાતમંદને કરવામાં આવતું દાન શ્રેષ્ઠ છે.

Gujarati

16 વર્ષના પેરા એથ્લીટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટની મંજૂરી

તેમની ફિલ્મના પ્રસ્તાવને આ મહિનાની શરૂઆતમાં પ્રતિષ્ઠિત ‘સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલ’ની સંચાલક સમિતિએ મંજૂરી આપી છે. ફિલ્મનું 2028માં મહોત્સવમાં પ્રદર્શન થવાનું નિર્ધારિત છે.પવન દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં આદર, ગરિમા અને વિશ્વાસની ભાવના વિકસે તે હેતુથી ફિલ્મ બનાવવા માગે છે. હાલમાં તેઓ ફિલ્મના પટકથા લેખન સાથે નિર્માતા અને આર્થિક સહાયની શોધમાં છે.આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લાના પવનને ચાર વર્ષની ઉંમરે વીજળીનો ગંભીર આંચકો લાગ્યો હતો, જેના કારણે તેમનો જમણો હાથ કાપવો પડ્યો હતો અને ખોપરીમાં થયેલી ઈજાને કારણે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી.

Gujarati

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથેની ગેરવર્તણૂક અંગે સરકારનો મોટો નિર્ણય

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્વરિત ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી.આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ તથા સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ગેરવર્તણૂકના કિસ્સામાં દોષિત ઠરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Gujarati

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની ગરીબો માટે આશીર્વાદરૂપ

આ માટે સરકાર દ્વારા રૂ. 89.70 લાખની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી છે.જૂન 2026 સુધીમાં જિલ્લામાં NFSA રેશનકાર્ડ ધરાવતા 7.87 લાખથી વધુ નાગરિકોને આરોગ્ય વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત, 70 વર્ષથી વધુ વયના 48,457 વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત–આયુષ્માન વય વંદના યોજના હેઠળ આવરી લેવાયા છે.આ યોજના હેઠળ આશા બહેનો, આંગણવાડી કાર્યકરો તેમજ રાજ્ય સરકારના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને પણ આરોગ્ય સુરક્ષા આપવામાં આવી છે.

Gujarati

શ્રાવણ માસ વિશેષ: રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શનથી મળે છે ભગવાન શિવ અને શ્રીરામની કૃપા

ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીરામે રાવણ વિધ પછી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા અહીં શિવલિંગની સ્થાપના કરી હતી.મંદિરના ગર્ભગૃહમાં રામલિંગમ ઉપરાંત ભગવાન હનુમાન કૈલાસથી લાવેલા વિશ્વલિંગમની પણ પૂજા થાય છે. પરંપરા મુજબ સૌપ્રથમ વિશ્વલિંગમની પૂજા કરવામાં આવે છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2026 Max Temp : °C Min Temp : °C
apply