Skip to main content
Settings Settings for Dark

Live TV

X

વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ રથયાત્રા આજથી શરૂ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી. તેમણે દેશવાસીઓને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના રોજ X પર કહ્યું, "ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ. શ્રદ્ધા અને ભક્તિનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે, એ મારી કામના છે. જય જગન્નાથ!"

https://x.com/narendramodi/status/1938436339999117458

Gujarati

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો

રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા.27 જૂનના રોજ સવારે 6.00 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6  ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલા, સુરતના મહુવા તથા જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

Gujarati

મહાપ્રભુ શ્રી જગન્નાથને મારી પ્રાર્થના છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ, મિત્રતા અને સ્નેહનું વાતાવરણ રહે:રાષ્ટ્રપતિ મુર્મુ

આ ખાસ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા પર જાય છે. ઓડિશાના પુરીમાં વિશ્વની સૌથી મોટી રથયાત્રા કાઢવામાં આવે છે. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત વિવિધ કેન્દ્રીય મંત્રીઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશ અને વિદેશમાં રહેતા ભક્તોને આ શબ્દો સાથે શુભકામનાઓ પાઠવી

Gujarati

અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યો હતો

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક  બહાર લાવવામાં સહભાગી થયા હતા.

Gujarati

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 148મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા

દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી પૂજા-અર્ચના કરી હતી.

Gujarati

ઇરાન- ઇઝરાયલ વચ્ચે ટ્રમ્પના સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો નીચલા સ્તરે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી છે.  યુદ્ધ વિરામના અહેવાલને પગલે ભારત સહિત વિશ્વભરના શેરબજાર તેજીથી ઝૂમી ઉઠયા છે.  સોના -ચાંદી બજારનો ઝળકાટ ઝાંખો પડયો છે. સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો જ્યારે ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત બન્યો છે. 

Gujarati

શુભાંશુ શુક્લા હવે આ તારીખે સ્પેસ સ્ટેશન મિશન પર જશે, NASAની જાહેરાત

નાસાએ એક્સિઓમ-4 મિશન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી છે. ક્રૂ મેમ્બર્સ SPACEXના ફાલ્કન 9 રોકેટ પર નવા SPACEX ડ્રેગન અવકાશયાન પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જશે. આ મિશનનો હેતુ ગુરુવાર, 26 જૂને સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય) ISS સાથે ડોક કરવાનો છે. જેથી નાસાએ મંગળવારે જાહેરાત કરી કે, ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે એક્સિઓમ-4 મિશન હવે 25 જૂને લોન્ચ કરવામાં આવશે. આ મિશન ભારત, હંગેરી અને પોલેન્ડ માટે અવકાશમાં વાપસીનું પ્રતીક છે.

Gujarati

OICને ભારતના આંતરિક મુદ્દે બોલવાનો કોઈ હક નથી: વિદેશ મંત્રાલય

ભારતે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા કરવામાં આવેલી ભારત વિરોધી ટિપ્પણીઓને ફગાવી દેતાં તે તથ્યવિહોણી હોવાનું ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે, OICને  ભારતની આંતરિક બાબતો અને ખાસ કરીને જમ્મૂ- કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ટિપ્પણીઓ પાકિસ્તાન દ્વારા પ્રેરિત છે. પાકિસ્તાન આતંકવાદને પોતાના રાજકારણનો ભાગ બનાવી ચૂક્યું છે. OIC મંચનો આ રાહે દુરઉપયોગ થઇ રહ્યો છે. ભારતે કહ્યું કે, OIC પાકિસ્તાનમાં પેદા થતા આતંકવાદના વાસ્તવિક ખતરાને નજરઅંદાજ કરે છે. પહલગામ આતંકવાદી હુમલા વખતે તે વાત સ્પષ્ટપણે બહાર આવી છે.

Gujarati

લીડ્સ ટેસ્ટનો પાંચમો દિવસ, ભારતનો ઇંગ્લેન્ડને 371 રનનો લક્ષ્યાંક

ઇંગ્લેન્ડમાં લીડ્સના હેડિંગ્લે ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી એડિસન-તેંડૂલકર ટ્રોફી માટેની પ્રથમ ટેસ્ટ મેચમાં મુકાબલો રોમાંચક બની ચુક્યો છે. ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 371 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસે રમત પુરી થતા ઇંગ્લેન્ડે બીજી ઇંનિંગમાં કોઇ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ જીતથી 350 રન દૂર છે. જેક ક્રોલી 12 અને બેન ડકેટ 9 રન પર અણનમ છે. આજના દિવસની રમત બપોરે સાડાત્રણ વાગ્યાથી શરૂ થશે. આ પહેલાં ભારતની બીજી ઇનિંગમાં કે.એલ.રાહુલે 137 રન અને ઋષભ પંતે 118 રન બનાવીને સદી ફટકારી હતી.

ભારતની કેવી રહી ઇનિંગ ?

Gujarati

છેલ્લા 24 કલાકમાં 163 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 13.6 ઇંચ; તાપીની શાળાઓમાં રજા

ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. રાજયમાં  છેલ્લા 24 કલાકમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ નોંધાયો છે, તો કામરેજમાં 10.7, પલસાણામાં 8.2, બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે.  સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ વચ્ચે સવારની શાળાઓ બંધ રાખવામાં આવી છે, તો હવામાન વિભાગે આજે રાજયમાં દાહોદ, વડોદરા, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply