Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ

માર્ચ 2023 માં શેડને થ્રી-ફેઝ ઇલેક્ટ્રિક લોકોમોટિવના જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઇલેક્ટ્રિક એન્જિનના મેન્ટેનન્સની શરૂઆત કર્યા બાદથી સાબરમતી શેડે સતત પ્રગતિ કરી છે અને હવે પોતાની મહેનત અને સમર્પણના પરિણામ રૂપે સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવ WAG-9HC લોકોમોટિવ નંબર 32322 નું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાની તકનીકી કુશળતાનું પ્રમાણ આપ્યું છે.

Gujarati

નમો ડ્રોન દીદી યોજનાએ મહિલાઓને બનાવી આત્મનિર્ભર,ખેતરમાં ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ કરીને મેળવી રહી છે લાખોની આવક

જ્યારે સ્ત્રી શક્તિની વાત થાય ત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવે તેવા સતત પ્રયાસો કર્યા છે. તેઓ દ્રઢપણે માને છે કે, વિકસિત ભારત @2047ના ધ્યેયને સાકાર કરવામાં મહિલાઓ અમૂલ્ય યોગદાન આપશે. તેમણે લૉન્ચ કરેલી વિવિધ યોજનાઓએ મહિલાઓનું મનોબળ વધાર્યું છે અને તેમને આગળ વધવા પ્રેરિત કરી છે. આવી જ એક યોજના છે- નમો ડ્રોન દીદી યોજના, જે નવીન ડ્રોન ટેક્નોલૉજીના ઉપયોગ દ્વારા મહિલાઓને આર્થિક સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે વર્ષ 2023માં શરૂ કરવામાં આવી હતી.

Gujarati

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીની ઉજવણી

'સ્વચ્છતા એ જ સંકલ્પ, વિદ્યાર્થી સાથે સંવાદ' કાર્યક્રમ અંતર્ગત મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ સફાઈકાર્યમાં શ્રમદાન કર્યું હતું. મંત્રીએ આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને સૌને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ  ડો. નીરજા ગુપ્તા અને કાર્યકારી કુલસચિવ પિયુષ પટેલ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

કેન્દ્રીય પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત, રાજસ્થાન અને દાદરા નગર હવેલીમાં ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ આપવાની કામગીરી પૂર્ણ

આ માટે રાજ્યમાં વિવિધ 444 સ્થાન પરથી ત્રણ અલગ અલગ ઊંડાઈએથી 1215 જેટલા માટીના નમૂના એકત્રિત કરીને તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. આ પૃથ્થકરણના માધ્યમથી આપણે આગામી સમયમાં ગુજરાતમાં વનોના વધુ વિકાસ માટે ઈચ્છિત પરિણામ મેળવી શકીશું તેમ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ગાંધીનગરથી જણાવ્યું હતું.   

રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગર ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ગુજરાતના વિવિધ 28 ટેરિટરી ડિવિઝનમાં જોધપુર સ્થિત આઇ.સી.એફ.આર.ઈ- શુષ્ક વન અનુસંધાન સંસ્થાનના ઉપક્રમે ‘વન મૃદા આરોગ્ય પત્ર’ - ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.  

Gujarati

પાવાગઢ અને માતાના મઢ ખાતે આસો નવરાત્રી મેળા દરમિયાન કુલ 120 એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન

આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યના અંદાજિત 8.20 લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. 

Gujarati

ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા

આ ઉજવણીના ભાગરૂપે, ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર, 2025 સુધી 'સ્વચ્છતા હી સેવા પખવાડિયું' ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમમાં સહભાગી થઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.મંત્રીએ સૌપ્રથમ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીનો હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવાનો છે.

Gujarati

આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા યોજાયેલા નવરાત્રીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશનના પ્રમુખ અને મુખ્ય સચિવના ધર્મપત્ની જ્યોત્સના જોષી અને મુખ્ય સચિવપંકજ જોષી, વરિષ્ઠ સચિવઓ તેમજ એસોશિએશનના અન્ય પદાધિકારીઓએ મુખ્યમંત્રીનો આ ગરબા ઉત્સવમાં ભાવ ભર્યો સત્કાર કર્યો હતો.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓ, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તથા હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડો. એ.પી.સિંઘ અને રાજ્ય સરકારમાં સેવારત અને નિવૃત્ત સનદી અધિકારીઓ અને તેમના પરિવારજનો આ ગરબા ઉત્સવમાં સહભાગી થયા હતા.આદ્યશક્તિની આરાધનાના નવરાત્રી પર્વમાં દર વર્ષે આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

Gujarati

બાયોસ્કેન રિસર્ચ બનાવે છે બ્રેઇન ઇન્જરીની તાત્કાલિક તપાસ માટે નોન-ઇન્વેસિવ,પોર્ટેબલ ઓનસાઇટ ડિટેક્શન મેડિકલ ટૂલ્સ

મહિલાઓ આજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે, પછી તે શિક્ષણ ક્ષેત્ર હોય, રમત-ગમત ક્ષેત્ર હોય કે ઉદ્યોગ જગત. સમગ્ર વિશ્વમાં આજે મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા સતત વધી રહી છે, અને મહિલાઓના નેતૃત્વમાં સફળ ઔદ્યોગિક એકમો અને સ્ટાર્ટઅપ્સના અનેક ઉદાહરણો છે, ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. આજે ગુજરાતના એવા જ એક મહિલા ઉદ્યોગસાહસિક શિલ્પા મલિક અને તેમના સ્ટાર્ટઅપ ‘બાયોસ્કેન રિસર્ચ’ વિશે વાત કરવી છે. તેમના નેતૃત્વમાં બાયોસ્કેન રિસર્ચ આજે ગુજરાતના એક સફળ સ્ટાર્ટઅપ તરીકે કાર્યરત છે, જે જીવલેણ રોગોના પ્રારંભિક નિદાન માટેના તબીબી ઉપકરણો બનાવીને અનેક લોકોની જિંદગી બચાવી રહ્યું છે.  

Gujarati

રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસને કેબિનેટ દ્વારા મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 10,91,146 રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના ઉત્પાદકતા સંબંધિત બોનસ (PLB) તરીકે ₹1,865.68 કરોડની ચુકવણીને મંજૂરી આપી છે.રેલવે કર્મચારીઓને આ બોનસ દર વર્ષે દુર્ગા પૂજા/દશેરાની રજાઓ પહેલાં ચૂકવવામાં આવે છે.સત્તાવાર નિવેદન અનુસાર, આ વર્ષે પણ લગભગ 10.91 લાખ અરાજપત્રિત (Non-Gazetted) રેલવે કર્મચારીઓને 78 દિવસના વેતનની સમકક્ષ PLBની રકમ ચૂકવવામાં આવી રહી છે. આ બોનસ રેલવેના પ્રદર્શનમાં સુધારો લાવવા માટે કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે એક પ્રેરણા તરીકે કામ કરે છે.

Gujarati

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ખેલૈયાઓ એક એકથી ચઢિયાતા ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે રમવા આવ્યા

ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મા આદ્યશક્તિની આરતી ઉતારીને બીજા નોરતાની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય  હિરેન પટેલ પણ માતાજીની આરતી ઉતારવા પધાર્યા હતા. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply