ગુજરાત ગુડવિલ ડેલિગેશનનું ભારત- હામામાત્સુ ફેસ્ટિવલમાં અને શિઝુઓકાના ગવર્નર અને હામામાત્સુ મેયર દ્રારા ઉષ્માભર્યું સ્વાગત
ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (આઈજેએફએ) ગુજરાત અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના નેતૃત્વમાં ગુડવિલ ડેલિગેશને સુઝુકી મોટર કોર્પોરેશન દ્રારા આયોજિત ભારત-હામામાત્સુ ફેસ્ટિવલમાં ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. શિઝુઓકાના ગવર્નર યાસુતોમો સુઝુકી અને હમામાત્સુના મેયર યુસુકે નાકાનોએ લંચ અને ડિનર રિસેપ્શનનું આયોજન કરીને પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેમાં વ્યવસાય, ઉદ્યોગ અને વ્યવસાયના નેતાઓ અને કલા, સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણી અને સુપ્રતિષ્ઠિત વ્યક્તિઓએ જોડાયા હતા.
ગુજરાતી ગરબા અને રાસે જાપાનીઓના દિલ જીત્યા