Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટ, ગુજરાત પોલીસ એકશનમાં

કેનેડામાં રહેતા આ યુવાનને લગ્નના કપડાંનું બુકિંગ રદ કરવા છતાં વડોદરાના એક વેપારી પૈસા પરત આપતા ન હતા. યુવાને X (ટ્વિટર) પર ગુજરાત પોલીસને ટ્વીટ કરીને ફરિયાદ કરી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વેપારીએ બીજા જ દિવસે નાણાં પરત કર્યા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની GP-SMASH ટીમને તથા વડોદરા પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા છે. 

Gujarati

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ હતી. વૈદિક મંત્રોચ્ચારથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.રાજ્યપાલએ કહ્યું કે, મહર્ષિ દયાનંદનું જીવન સંઘર્ષ, બલિદાન અને હિંમતથી ભરેલું હતું. તેમણે મૂર્તિપૂજા, જાતિવાદ અને કુરિવાજો સામે અવાજ ઉઠાવીને સમાજને જાગૃત બનાવવાનું કામ કર્યું હતું. તેમના શબ્દો અને વિચારોએ સ્વતંત્રતા ચળવળને નવી ચેતના આપી હતી. મહાત્મા ગાંધી, લાલા લજપત રાય, સ્વામી શ્રદ્ધાનંદ જેવા અનેક મહાપુરુષોએ તેમનામાંથી પ્રેરણા લીધી હતી.

Gujarati

’યોગ’ બનશે વિકસિત ગુજરાત થકી “વિકસિત ભારત@2047”નો આધારસ્તંભ

આ વિઝનને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ઔદ્યોગિક જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે. જેમાં ‘યોગ’ પર સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે જો રાજ્ય અને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું હોય તો ‘યોગ’ તેનો સૌથી મજબૂત આધારસ્તંભ બની શકે છે.

Gujarati

સિવિલના તબીબોની 11કલાકની અથાક મહેનતે આપ્યું 11 પીડિતોને નવજીવન

પ્રથમ કિસ્સામાં બોરસદ, આણંદ નજીક અંબેરાપુરા ખાતે રહેતા 19 વર્ષના યુવાન વિપુલ વાઘેલાને પોતાના ઘરે થી કામ ઉપર જતા બાઇક ઉપર થી પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી. 

Gujarati

ઉત્પાદિત બીજના વેચાણ માટે હાલમાં નિગમ પાસે કુલ 1289 અધિકૃત બીજ વિક્રેતાનું વિશાળ નેટવર્ક ઉપલબ્ધ

જો બીજ જ ઉત્તમ ન હોય, તો જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેવા બધા જ પરિબળો નિરર્થક સાબિત થાય છે. ગુણવત્તાયુક્ત બિયારણ ખેતી ખર્ચ ઘટાડીને અને ઉત્પાદન વધારીને ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે. ગુજરાતના ખેડૂતોને ગુણવત્તાસભર અને પ્રમાણિત બિયારણ પૂરું પાડીને તેમની આવક વધારવાના શુભ આશય સાથે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બિયારણનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે. બીજ નિગમ દ્વારા રાજ્યના છેવાડાના ખેડૂતો સુધી સમયસર, યોગ્ય અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બિયારણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

Gujarati

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારી માટે કરી પ્રાર્થના

ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના  પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીએ મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.

આ તકે મુખ્યમંત્રીની સાથે સાંસદ  દેવુસિંહ ચૌહાણ,પંચમહાલના સાંસદ રાજપાલ સિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર  અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક  વિજય પટેલ, વન સંરક્ષક મિતલબેન સાવંત અને  આનંદકુમાર ઉપસ્થિત અને અગ્રણી નયનાબેન પટેલ સહભાગી બન્યા હતા.

Gujarati

જાપાનની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા વૈશ્વિક ક્રાંતિ લાવી શકે છે: પ્રધાનમંત્રી

જાપાનના મહત્વને પુનરાવર્તિત કરતા,પ્રધાનમંત્રીએ જાપાની ઉદ્યોગપતિઓને મેક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ માટે વિનંતી કરી.આર્થિક મંચની બેઠકમાં સભાને સંબોધતા, પ્રધાનમંત્રીને કહ્યું, "મને ખુશી છે કે મારી મુલાકાત વ્યાપાર નેતાઓથી શરૂ થાય છે. જાપાન હંમેશા ભારતની વિકાસ યાત્રામાં મુખ્ય ભાગીદાર રહ્યું છે. મેટ્રો રેલથી ઉત્પાદન સુધી, સેમિકન્ડક્ટરથી સ્ટાર્ટઅપ્સ સુધી, દરેક ક્ષેત્રમાં અમારી ભાગીદારી પરસ્પર વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે." તેમણે કહ્યું કે જાપાની કંપનીઓએ ભારતમાં $40 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. છેલ્લા બે વર્ષમાં જ $13 બિલિયનનું ખાનગી રોકાણ કરવામાં આવ્યું છે.

Gujarati

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામ રાજભવનમાં બ્રહ્મપુત્ર વિંગનું કર્યું ઉદ્ઘાટન

આ નવનિર્મિત સંકુલમાં રાજ્યપાલ કાર્યાલય, અધિક કમિશનર કાર્યાલય, કોન્ફરન્સ રૂમ, વેઇટિંગ રૂમ, લાઇબ્રેરી, રાજ્યપાલ સ્યુટ અને રાષ્ટ્રપતિ સ્યુટ જેવી સુવિધાઓ છે. આ પ્રસંગે આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, આસામના ભૂતપૂર્વ રાજ્યપાલ અને પંજાબના વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, ભૂતપૂર્વ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, પ્રો. જગદીશ મુખી, આસામ સરકારમાં મંત્રી રણજીત કુમાર દાસ, રાજ્યના મુખ્ય સચિવ રવિ કોટા અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.ઉદઘાટન પહેલાં, અમિત શાહે ગાયની પૂજા કરી અને રાજભવન પરિસરમાં એક છોડ પણ વાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ડૉ.

Gujarati

કેન્દ્ર સરકારે કપાસ પરની આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી

કપાસ કાપડ નિકાસ ભારતની કુલ કાપડ નિકાસમાં 33% હિસ્સો ધરાવે છે, જે કપાસની માંગને ટકાવી રાખવામાં મદદ કરે છે અને ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડે છે. વિવિધ કાપડ સંગઠનોએ 31 ડિસેમ્બર 2025 સુધી કપાસની તમામ જાતો પર આયાત ડ્યુટીમાં 11% મુક્તિ આપવાના સરકારના પગલાનું સ્વાગત કર્યું છે.ટેક્સટાઇલ મંત્રાલયે ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા સૂચિત આ નિર્ણયથી યાર્ન, ફેબ્રિક, એપેરલ અને મેડ-અપ્સ સહિત સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાના ઇનપુટ ખર્ચમાં સ્થિરતા આવવાની અપેક્ષા છે, જેનાથી ઉત્પાદકો અને ગ્રાહકો બંનેને રાહત મળશે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

 આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના દ્રષ્ટિવંત અભિગમથી દેશમાં આઝાદી પછી પ્રથમ વાર અલાયદૂ સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, યુવા સહકારી અગ્રણી અમિતભાઈ શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપીને હવે સહકારથી સમૃદ્ધિનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે. આ ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ સહકાર ક્રાંતિથી દેશભરમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply