સચિવાલય- ગાંધીનગર ખાતે રૂ. 48 લાખના ખર્ચે નવીનીકરણ કરાયેલી “કુંજવાટિકા”નું લોકાર્પણ
આ “કુંજવાટિકા”નું રૂ. 48 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, "કુંજવાટિકા"માં નાના ભુલકાઓને પ્રેમ, સંસ્કાર, વાત્સલ્ય સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ શિશુ સંભાળ કેન્દ્રથી સચિવાલયમાં કામ કરતી મહિલાઓ પોતાના કામ અને બાળક બંનેને યોગ્ય ન્યાય આપી શકશે.