Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અમદાવાદ ગાંધીનગર મેટ્રો લાઈનના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો

આ અંગે ગાંધીનગર એસપી રવિતેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, ખેકડા ગેગ 100 થી વધુ ગુનામાં સભ્યો જોડાયેલા છે. અને મેટ્રો સ્ટેશનના કેબલ ચોરી માટે કુલ 13 જેટલા સભ્યો ચોરીને અંજામ આપતા હતા. આ ગેગ દ્વારા દિલ્હી મેટ્રો કેબલ ની 14 વખત, પુના મેટ્રોની 12 જગ્યા પર અને નવી મુંબઈ ની મેટ્રોમા 6 વખત કેબલ ચોરી કરી હોવાનો ગુનો પણ કબૂલ્યો છે. આ ગેંગના સભ્યો  વૃક્ષો ઉપરથી મેટ્રો સ્ટેશનમાં ચઢતા હતા અને રાત્રે 4થી 5 વાગ્યે મેટ્રોમાં વીજ પ્રવાહ બંધ હોય ત્યારે કેબલની ચોરી કરતા હતા.

Gujarati

400 ડ્રોન અને 40 મિસાઇલ! યુક્રેન પર રશિયાનો સૌથી 'શક્તિશાળી હુમલો'

યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ યુક્રેન પર સૌથી શક્તિશાળી હવાઈ હુમલો કર્યો છે. શુક્રવારે રાત્રે રશિયાએ પૂર્વી યુક્રેનિયન શહેર ખારકિવ પર રશિયન ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો, જેમાં 3 લોકોના મૃત્યુ થયા. 80 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

યુક્રેનના સૌથી મોટા શહેરોમાંનું એક ખારકિવ છેલ્લા 3 વર્ષથી સતત રશિયન ગોળીબારનો સામનો કરી રહ્યું છે.

Gujarati

ભારત અને મધ્ય એશિયાઈ દેશો સંયુક્ત રીતે દુર્લભ ખનિજોનું અન્વેષણ કરશે, ડિજિટલ અને આર્થિક ભાગીદારીને પણ પ્રોત્સાહન મળશે

આ બેઠકમાં, ચીન દ્વારા દુર્લભ પૃથ્વી ખનિજો અને ચુંબકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી, આ છ દેશોએ દુર્લભ અને મહત્વપૂર્ણ ખનિજોના સંયુક્ત સંશોધનમાં ઊંડો રસ દાખવ્યો છે. બેઠકમાં સપ્ટેમ્બર 2024 માં યોજાયેલા પ્રથમ ભારત-મધ્ય એશિયા દુર્લભ પૃથ્વી ફોરમની સફળતાઓની પ્રશંસા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં આવી બીજી બેઠક યોજવાની હાકલ કરવામાં આવી હતી.

Gujarati

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપીઃ "કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી."

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે કોરોના વાયરસ અંગે ગભરાવાની જરૂર નથી.

Gujarati

વલસાડ જિલ્લા પોલીસે એક મહિનાની અંદર 30 વોન્ટેડ આરોપીઓને પકડવામાં મોટી સફળતા

આ આરોપીઓમાં 28 વર્ષથી નાસતા ફરતા ગુનેગારોનો પણ સમાવેશ થાય છે.પોલીસે હત્યા, લૂંટ, ધાડ,અને અપહરણ જેવા ગંભીર ગુનાઓના આરોપીઓને પકડવા માટે વ્યૂહરચના ઘડી હતી.LCB , પેરોલ, ફર્લો સ્કવોડ અને SOG સહિતની ટીમોએ આ કામગીરીમાં ભાગ લીધો હતો.પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી હતી.

Gujarati

પોરબંદર : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ, મેડીકલ કેમ્પ અને ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે,સેવા સેતુ કાર્યક્રમ એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારનો સામાન્ય અને મધ્યમ વર્ગ માટેના વિકાસનો સંકલ્પ છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાના કનાનાસ્કિસમાં G-7 સમિટમાં આપશે હાજરી

કેનેડાના  પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ ગઈકાલે પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ,કાર્નીને તેમની તાજેતરની ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા હતા.અને સમિટમાં આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.તેમણે કહ્યું હતું કે, ભારત અને કેનેડા પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે ,નવા જોશ અને ઉત્સાહ સાથે કામ કરશે.ઓટ્ટાવામાં પત્રકારો સાથે વાતચીતમાં કેનેડાના  પ્રધાનમંત્રીએ કહ્યું કે, G-7 સમિટ ખાસ કરીને ઉભરતા અને વિકાસશીલ દેશો વચ્ચે ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.ઉલ્લેખનીય છે કે, G-7 સમિટ 15 થી 17 જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટા પ

Gujarati

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અરવિંદ ચિદમ્બરમે સ્ટેપન અવજ્ઞાન મેમોરિયલ ચેસ ટુર્નામેન્ટ જીતી

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અરવિંદ ચિદમ્બરમે આર્મેનિયાના જેર્મુકમાં આયોજિત છઠ્ઠી સ્ટેપન અવજ્ઞાન મેમોરિયલ ચેસ ટુર્નામેન્ટ જીતી. અરવિંદે 9 રાઉન્ડમાં 6.5 પોઈન્ટ મેળવ્યા હતા, જે દેશબંધુ ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદાની બરાબર હતા. પરંતુ ટાઈ-બ્રેકમાં સોનેબોર્ન-બર્ગર કારણે જીત્યા હતા. આ સિસ્ટમમાં દરેક ખેલાડી દ્વારા હરાવવામાં આવેલા વિરોધીઓના આધારે નિર્ણય લેવામાં આવે છે.

10 ખેલાડીઓની રાઉન્ડ-રોબિન ઇવેન્ટમાં અરવિંદ અપરાજિત રહ્યા હતા. તેમણે ચાર જીત અને પાંચ ડ્રો કર્યા. અંતિમ રાઉન્ડ રમીને તેમણે આર્મેનિયાના અરામ હાકોબ્યાનને હરાવ્યો, જ્યારે પ્રજ્ઞાનંદાએ રોબર્ટ હોવહાનિસ્યાનને હરાવ્યો.

Gujarati

દેશભરમાં આજે ઈદ ઉલ અઝહાની ઉજવણી

દેશમાં આજે બકરી ઇદ અથવા બલિદાનનો તહેવાર ઇદ-ઉલ-અઝહા ઉજવવામાં આવી રહ્યો છે. આજે ઇદની નમાઝ ઇદગાહ અને મસ્જિદોમાં અદા કરવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઈદ ઉલ અઝહાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના સંદેશમાં આ તહેવારને બલિદાન, શ્રદ્ધા અને માનવીય મૂલ્યોનું પ્રતીક ગણાવ્યો હતો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ ઉલ અઝહાના અવસર પર લોકો સમાજમાં શાંતિ અને સૌહાર્દની પ્રેરણા લે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેઓએ દેશના તમામ નાગરિકો માટે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી.

Gujarati

બ્રિક્સ સંસદીય મંચનું સમાપન,આપણે આતંકવાદ અને કૃત્રિમ બુદ્ધિ પર સાથે મળીને કામ કરવું પડશે : લોકસભા અધ્યક્ષ

સંકલ્પ, બધા બ્રિક્સ દેશોએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાની સખત નિંદા કરી અને આતંકવાદ સામે "શૂન્ય સહિષ્ણુતા" ની નીતિ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. લોકસભા અધ્યક્ષે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના આહ્વાનને પણ યાદ કરાવ્યું, જેમાં તેમણે વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે કડક વલણ અપનાવવાની વાત કરી હતી.કોન્ફરન્સમાં એ પણ સ્વીકારવામાં આવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આધુનિક સમયની જરૂરિયાત છે, પરંતુ તેના ઉપયોગમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. બ્રિક્સ દેશો આ વિષય પર સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply