યુકેના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
યુકેના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં પર ભાર મૂક્યો અને 22 એપ્રિલના પહેલગામ હુમલાની નિંદા કરી અને સરહદ પાર આતંકવાદ સામે ભારતની લડાઈને સમર્થન વ્યક્ત કર્યું.
બેઠક પછી પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "યુકેના વિદેશ મંત્રી ડેવિડ લેમીને મળીને આનંદ થયો. અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં નોંધપાત્ર પ્રગતિમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરું છું, જે તાજેતરમાં પૂર્ણ થયેલા FTA દ્વારા વધુ મજબૂત બની છે. સરહદ પાર આતંકવાદ સામે દેશની લડાઈમાં બ્રિટનના સમર્થનની પ્રશંસા કરું છું."