મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા આર.ઈ. પાર્કની મુલાકાત લઈ કામગીરીનું કર્યું નિરીક્ષણ
આ તકે મુખ્યમંત્રીએ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી સોલાર અને પવન ઉર્જાનાં ગ્રીનગ્રોથની ઝલક ઝીલી અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતી અને ગ્રીનઉર્જાનાં વિઝન અંગે માર્ગદર્શન આપ્યુ હતું.ગ્રીનગ્રોથ થકી વિકસિત ગુજરાતનો માર્ગ મોકળો બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર વર્ષ 2020માં ખાવડા પાસે આર.ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું.અંદાજે 800 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્માણાધિન આ પાર્કમાં વર્ષ 2028 સુધીમાં 37 ગીગાવોટ 100 ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.