OICને ભારતના આંતરિક મુદ્દે બોલવાનો કોઈ હક નથી: વિદેશ મંત્રાલય
ભારતે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા કરવામાં આવેલી ભારત વિરોધી ટિપ્પણીઓને ફગાવી દેતાં તે તથ્યવિહોણી હોવાનું ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે, OICને ભારતની આંતરિક બાબતો અને ખાસ કરીને જમ્મૂ- કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ટિપ્પણીઓ પાકિસ્તાન દ્વારા પ્રેરિત છે. પાકિસ્તાન આતંકવાદને પોતાના રાજકારણનો ભાગ બનાવી ચૂક્યું છે. OIC મંચનો આ રાહે દુરઉપયોગ થઇ રહ્યો છે. ભારતે કહ્યું કે, OIC પાકિસ્તાનમાં પેદા થતા આતંકવાદના વાસ્તવિક ખતરાને નજરઅંદાજ કરે છે. પહલગામ આતંકવાદી હુમલા વખતે તે વાત સ્પષ્ટપણે બહાર આવી છે.