Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે છે. મુંબઈ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે અમિત શાહ રાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી મોદીએ આપણા ખેડૂતોને સશક્ત બનાવવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે.આજે ભારતના સહકાર મંત્રાલય અને દરેક રાજ્યના સહકારી રજિસ્ટ્રાર પાસે કયા ગામમાં કેટલી સહકારી સંસ્થાઓ છે તેનો ડેટા છે. હવે અમે દેશભરમાં 2 લાખ નવી પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી બનાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહયું કે રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા-NAFED ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશે.

Gujarati

કૈલાશ માનસરોવર યાત્રાની સિક્કિમથી થઈ શરુઆત

કૈલાશ માનસરોવર યાત્રા આજે સિક્કિમથી શરૂ થઈ છે.રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરે નાથુલાથી 36 યાત્રાળુઓના સમૂહને લીલી ઝંડી આપી રવાના કર્યા છે.આ દરમિયાન ઓમ પ્રકાશ માથુરે યાત્રાળુઓ સાથે વાતચીત કરી.પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સી.એસ.રાવે કહ્યું કે, કૈલાશ માનસરોવર યાત્રા સુગમ રહે તે માટે વિવિધ વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે.

Gujarati

પ્રધાનમંત્રી મોદી ઓડિશાની મુલાકાતે.,પ્રધાનમંત્રી મોદીએ ભુવનેશ્વરમાં કર્યો રોડ શો

પ્રધાનમંત્રી મોદીએ આજે ઓડિશાને કરોડોની ભેટ આપી... તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભુવનેશ્વરમાં રોડ શો કર્યો. ત્યારબાદ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભુવનેશ્વરમાં રાજ્ય સ્તરે  આયોજિત એક જાહેર સભામાં હાજરી આપી.ભુવનેશ્વરમાં આયોજિત જાહેર સભામાં આગમન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોનું સ્વાગત કર્યું. આ દરમિયાન ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ  ભુવનેશ્વરમાં ૧૮,૬૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.

Gujarati

રાજયમાં આગામી 7 દિવસ ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના

ચાર દિવસની ધમાકેદાર બેટિંગ બાદ રાજયમાં મોટા ભાગના શહેરોમાં વરસાદે વિરામ લીધો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી  બે દિવસ દરમિયાન રાજયમાં વરસાદનું જોર ઘટશે. જો કે  હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આગામી 7  દિવસ ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા ભારે વરસાદ વરસી શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગરહવેલીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 21 જૂનના રોજ  બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Gujarati

શેરમાર્કેટમાં સપ્તાહના અંતિમ સત્રમાં જોવા મળી તેજી

ભારતીય શેર બજાર કારોબારી અઠવાડિયાના છેલ્લા દિવસે ગ્રીન ઝોનમાં બંધ થયું. શેરમાર્કેટમાં સપ્તાહના અંતિમ સત્રમાં તેજી જોવા મળી.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો BSE સૂચકાંક  1046  પોઇન્ટ વધીને  82, 408ની સપાટીએ બંધ થયો. તો NsE નિફ્ટી પણ 319 અંકના વધારા સાથે  25 ,112ની સપાટીએ બંધ રહ્યો.  મેટલ, પીએસયુ બેંક, રિયલ્ટી, પાવર, ટેલિકોમ, કેપિટલ ગુડ્સના શેરમાં 1-2 ટકાનો ઉછાળો જોવા મળ્યો.નિફ્ટીમાં જિયો ફાઇનાન્શિયલ, એમ એન્ડ એમ, ભારતી એરટેલ, ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરમાં વધારો નોંધાયો.સોનાના ભાવ 534 રૂપિયા ઘટીને  98,795 રૂપિયા થયો. તેમજ ચાંદીનો ભાવ  921 રૂપિયા ઘટીને  100472 રૂપિયા થયો.

Gujarati

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું છે.આ દરમિયાન, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને આ યુદ્ધ માટે ઈઝરાયલની આકરી ટીકા કરી.ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે ઈઝરાયલ દ્વારા ઈરાનના નાગરિક, પરમાણુ ઠેકાણા પર હુમલા અંગે જણાવ્યું હતુ કે, આ માનવતા વિરુદ્ધ અક્ષમ્ય ગુનો છે. આ પ્રદેશને એક નવા યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે.

Gujarati

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમની યુકે મુલાકાત દરમિયાન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતામાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ યુકેની મુલાકાત દરમિયાન ઘણા ટોચના બ્રિટિશ અધિકારીઓ અને ઉદ્યોગ નેતાઓને મળ્યા.તેમણે નાણાકીય માળખા અને AI જેવી ઉભરતી તકનીકોમાં સહયોગ માટેની તકો અંગે ચર્ચા કરી.કેન્દ્રીય મંત્રી યુકેમાં ચાન્સેલર ઓફ ધ એક્સચેકર રશેલ રીવ્સને મળ્યા હતા અને ભારત-યુકે આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે નાણાકીય માળખા, ટકાઉ નાણાકીય અને નવી વ્યવસાયિક તકો રજૂ કરવામાં સહયોગ માટેની તકો અંગે ચર્ચા કરી હતી.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગર ખાતે ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

“યોગ ફોર વન  અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વડનગરના સર્મિષ્ઠા તળાવ ખાતે 21 મી જુને સવારે  6:00કલાકથી યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઇ પટેલ તેમજ રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અન્ય અગ્રણીઓ પણ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 

Gujarati

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

જેથી દેશના સમૃદ્ધ નૈસર્ગિક વારસાનો લાભ ભાવિ પેઢીને મળે અને એક સંતુલિત ઇકોસિસ્ટમનું નિર્માણ થાય. વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂક્યા હતા, તેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે આજે ગુજરાતે ઇન્ડિયન ગ્રે વુલ્ફ (ભારતીય વરૂ-કેનિસ લ્યુપસ પૅલિપસ)ના સંરક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઇન્ડિયન ગ્રે વુલ્ફ એક લુપ્તપ્રાય માંસાહારી પ્રાણી છે, જે હાલ માનવીય પ્રવૃત્તિઓના કારણે વસવાટના વિનાશનો સામનો કરી રહ્યા છે.

Gujarati

વિશ્વામિત્રી નદીના આશરે 1.7 કિલોમીટર લાંબા માર્ગ માટે બુલેટ ટ્રેનના થાંભલા ગોળ આકારના બનાવવામાં આવ્યા

નદી તેની પ્રવાહની દિશામાં વળાંકવાળાં પ્રવાહના લક્ષણોને લીધે વિશિષ્ટ છે. ઉનાળામાં સામાન્ય રીતે જળપ્રવાહ 10 થી 20 મીટર જેટલો હોય છે, જ્યારે ચોમાસામાં મુખ્ય પ્રવાહના બંને તરફના તટની ઓછી ઊંચાઈને કારણે નદી કેટલીક જગ્યાએ 100 મીટરથી પણ વધુ પહોળી થાય છે. વિશ્વામિત્રી નદીના આશરે 1.7 કિલોમીટર લાંબા માર્ગ માટે બુલેટ ટ્રેનના થાંભલા ગોળ આકારના બનાવવામાં આવ્યા છે (કુલ 46 થાંભલા) જેથી નદી ફૂલીને થાંભલા સુધી આવતી હોય ત્યારે પણ જળપ્રવાહ વિહિત રહે અને અવરોધ ન થાય. આ થાંભલાઓનો વ્યાસ 4 થી 5 મીટર સુધીનો છે અને બનેલા કોઈપણ થાંભલા નદીના જળપ્રવાહમાં કોઇપણ પ્રકારનો અવરોધ ઊભો કરતાં નથી. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply