15 ઓગસ્ટથી 3,000 રૂપિયાનો FASTag આધારિત વાર્ષિક પાસ શરૂ થઈ રહ્યો છે :નીતિન ગડકરી
આનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. આ સંદર્ભમાં, કેન્દ્રીય મંત્રીએ એક્સ-પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે "15ઓગસ્ટ, 2025 થી 3,000રૂપિયાનો FASTag આધારિત વાર્ષિક પાસ શરૂ થઈ રહ્યો છે. આ પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ માટે અથવા 200ટ્રિપ્સ સુધી, જે વહેલું હોય તે માટે માન્ય રહેશે."
આ પાસ ખાસ કરીને ખાનગી વાહનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે
કેન્દ્રીય મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે આ પાસ ખાસ કરીને ફક્ત બિન-વાણિજ્યિક ખાનગી વાહનો (કાર, જીપ, વાન વગેરે) માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સરળ મુસાફરી શક્ય બનાવશે.