Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો મોટો નિર્ણય: 16 FDC દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ

મંત્રાલયે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ની કલમ ૨૬A હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ તાત્કાલિક અમલમાં આવે છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ લેવામાં આવેલી કાર્યવાહી

Gujarati

ભારતીય સંસ્કૃતિએ હંમેશા વસુધૈવ કુટુંબકમના ભાવને સ્વીકાર્યો છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે, જે-તે રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીમાં તે રાજ્યના વ્યાવસાયિક કલાકારોને બદલે, ગુજરાતમાં વસતા તે પ્રાંતના રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોએ જ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ રાજ્યોના નાગરિકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દૂરંદેશીને કારણે હવે રાજભવન એ લોકભવન બની ગયા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાનું કલ્યાણ અને રાષ્ટ્રીય એકતાને સુદ્રઢ કરવાનો છે.

Gujarati

જિલ્લા કલેક્ટર તેજસ પરમારે લીધી વેલંજાની સરકારી શાળાઓની મુલાકાત

પ્રા.શાળાના આચાર્ય ભરત ધાનાણી અને માધ્યમિક શાળાના આચાર્ય ડૉ. સંગીતાબેન મિસ્ત્રીએ કલેક્ટરનું ઉષ્માભર્યું સ્વાગત કરી શાળાના શિક્ષણકાર્ય, સ્ટાફગણ અને કરવામાં આવ્યું હતું. પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મુલાકાત દરમિયાન કલેક્ટરએ શાળાની માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી હતી. જેમાં સરકારી માધ્યમિક શાળાની જમીનની નવી માપણી, જમીન સંબંધી નવા આદેશો, શિક્ષકોની ઉપલબ્ધતા અને વધારાના વર્ગખંડોની જરૂરિયાત જેવા મહત્વના મુદ્દાઓ પર આચાર્યઓ અને સ્થાનિક આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

Gujarati

GSRTC બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં; મુસાફરો તરફથી ઉત્તમ પ્રતિસાદ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી QR-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે વિસ્તરવામાં આવી છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને સરેરાશ 5માંથી 4.7 સ્ટારનું સંતોષજનક રેટિંગ પ્રાપ્ત થયું છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના* માર્ગદર્શન હેઠળ રાજ્યની જાહેર પરિવહન સેવાઓમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં મુસાફરોની સુવિધા, સલામતી અને સેવાની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.

Gujarati

ગુજરાતના દરિયાકિનારે ડોલ્ફિનનો : 2025ની ગણતરીમાં 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર, વર્ષ-૨૦૨૫ની છેલ્લી ગણતરી મુજબ ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે. આ સર્વગ્રાહી પ્રયાસોને કારણે ગુજરાત હવે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વન્યજીવ પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.ક્યાં કેટલી ડોલ્ફિન જોવા મળી?ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (મરીન નેશનલ પાર્ક) ડોલ્ફિનનું મુખ્ય ઘર બન્યો છે.

Gujarati

જમ્મુ અને કાશ્મીર: શ્રી અમરનાથ યાત્રા અને ખીર ભવાની મેળા પહેલા પોલીસ હાથ ધરે છે AST કવાયત

ગાંદરબલ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓના સહયોગથી એડવાન્સ્ડ સિક્યુરિટી ટાસ્કિંગ (AST) કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતમાં સંવેદનશીલ સ્થળો, જમાવટ યોજનાઓ, ટ્રાફિક વ્યવસ્થાપન પગલાં, કટોકટી પ્રતિભાવ પ્રણાલીઓ, ભીડ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ અને મુખ્ય માર્ગો પરની તૈયારીઓની નજીકથી સમીક્ષા કરવામાં આવી હતી.

Gujarati

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર  ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. 

Gujarati

‘ગરવી ગુર્જરી’એ વોકલ ફોર લોકલના વિઝનને આપ્યો વેગ: પાંચ વર્ષમાં 123 કરોડથી વધુનું વેચાણ

પ્રધાનમંત્રી  મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુરૂપ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પરંપરાગત કલાઓને નવી ઓળખ, બહોળા બજાર અને આર્થિક શક્તિ આપવાની દિશામાં સતત કાર્યરત છે. આ પ્રયાસોમાં ગુજરાત રાજ્ય હાથશાળ તથા હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સંચાલિત ‘ગરવી ગુર્જરી’ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.ગરવી ગુર્જરીએ વર્ષ 2025-26 દરમિયાન તેના 53 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ₹43.07 કરોડનું સૌથી વધુ વેચાણ નોંધાવીને નવો ઇતિહાસ રચ્યો છે.

Gujarati

ઈરાન સાથેના કરાર બાદ યુએસ સૈન્યએ ઈરાની બંદરો પરનો નાકાબંધી હટાવી: સેન્ટ્રલ કમાન્ડ

"યુએસ સૈન્ય ઈરાની બંદરો પર અને ત્યાંથી જહાજોની અવરજવરમાં અવરોધ નથી લાવી રહ્યું. નાકાબંધી લાગુ કરવાના યુએસ સૈન્ય દ્વારા કરવામાં આવતા તમામ પ્રયાસો સ્થગિત કરવામાં આવ્યા છે," યુએસ સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું.

Gujarati

ધનવંતરી આયુર્વેદ કોલેજના 188 વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે: અન્ય સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં ટ્રાન્સફર કરાશે :- મંત્રી પ્રફુલ પાનશેરીયા

આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આ તમામ વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર -સેલ્ફ-ફાઇનાન્સ આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવા અંગેની દરખાસ્ત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી છે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓની વિવિધ ફરિયાદો અને રજૂઆતો બાદ, રાજ્ય સરકાર દ્વારા અને વિભાગના નિર્દેશ અનુસાર ત્રણ નિરીક્ષકોની એક સમિતિની રચના કરી તપાસ સોંપવામાં આવી હતી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply