'પીએમ સૂર્ય ઘર યોજના'માં ગુજરાત દેશમાં મોખરે: 10.84 લાખથી વધુ અરજીઓ સાથે રચાયો નવો ઇતિહાસ
સરકારના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષના અવિરત કાર્યકાળની સીધી ઝલક આજે ઊર્જા ક્ષેત્રે જોવા મળી રહી છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક 10.84 લાખથી વધુ અરજીઓ સાથે જનભાગીદારીનો નવો ઇતિહાસ રચાયો છે, જે લાખો પરિવારોના વીજ બિલ શૂન્ય કરીને તેમના ઘરનું બજેટ સુધારી રહી છે.આ યોજના હેઠળ મળતા સરકારી પ્રોત્સાહન અને આકર્ષક સબસિડીના કારણે સામાન્ય નાગરિકો માટે સોલાર પેનલ લગાવવી અત્યંત કિફાયતી સાબિત થઈ છે.