Skip to main content
Settings Settings for Dark

Live TV

X

નવી પિલ્લેને 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર

આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત બનાવવા તેમજ યુદ્ધ અપરાધો, માનવતા વિરુદ્ધના અપરાધો અને નરસંહારના દોષિતોને જવાબદાર ઠેરવવાના પ્રયાસો બદલ તેમને આ સન્માન મળ્યું છે. ભારતીય તમિલ મૂળનાં નવી પિલ્લેએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે કાનૂની લડત આપી હતી. તેમણે રવાન્ડા માટેના આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી અને સંયુક્ત રાષ્ટ્રનાં માનવ અધિકાર માટેનાં ઉચ્ચ કમિશનર તરીકે પણ કામગીરી કરી હતી. તેમનું કાર્ય આંતરરાષ્ટ્રીય ન્યાય, માનવ અધિકાર અને કાયદાના શાસનને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ રહ્યું છે.

Gujarati

માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો

‘માહિતી અધિકાર અધિનિયમ, 2005નું અમલીકરણ અને જવાબદારીનું સુદૃઢીકરણ’ વિષય પર યોજાયેલા આ પરિસંવાદમાં નર્મદા સહિત વિવિધ જિલ્લાના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ સત્તાધિકારીઓ જોડાયા હતા. રાજ્ય માહિતી કમિશનર મનોજ પટેલે માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓ, અધિકારીઓની જવાબદારીઓ અને કાયદાના અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Gujarati

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીનું 12 ઑક્ટોબરથી નવા જિલ્લા સેવા સદનમાં સ્થળાંતર

રૂ. 33 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અદ્યતન જિલ્લા સેવા સદનનો હેતુ નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ કરાવવાનો છે. નવા સ્થળે કચેરી કાર્યરત થતાં વહીવટી કામગીરીમાં પણ સુગમતા વધશે તેમ નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણીએ જણાવ્યું છે.

Gujarati

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ MSME માટે વ્યાપક સહાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમલમાં આવેલી આ યોજના 1 જૂન, 2026થી 31 મે, 2031 સુધી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે.યોજના હેઠળ ઉદ્યોગોને મૂડી રોકાણ, ટર્મ લોનના વ્યાજ, વીજળી, રોજગાર, ટેક્નોલોજી, ગુણવત્તા પ્રમાણપત્ર, પેટન્ટ, AI અને ઊર્જા-પાણીની બચત માટે વિવિધ પ્રોત્સાહનો મળશે. કેટેગરી-Aમાં સંયુક્ત સહાયની મહત્તમ મર્યાદા પાત્ર સ્થિર મૂડી રોકાણના 45 ટકા અને કેટેગરી-Bમાં 35 ટકા રહેશે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સ માટે આ મર્યાદા અનુક્રમે 50 અને 45 ટકા રહેશે.

Gujarati

કલોલ સ્ટેશનનો 48.22 કરોડના ખર્ચે થયો વ્યાપક પુનર્વિકાસ

સ્ટેશન પર આશરે 14 હજાર ચોરસ ફૂટનું આધુનિક ભવન, 20 હજાર ચોરસ ફૂટનો કવર શેડ અને 2,370 ચોરસ ફૂટનો વેઇટિંગ હોલ વિકસાવવામાં આવ્યો છે. શહેરના બંને છેડા અને તમામ પ્લેટફોર્મને જોડતો 40 ફૂટ પહોળો અને 173 ફૂટ લાંબો ફૂટ ઓવર બ્રિજ તેમજ લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Gujarati

રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન

દેવભૂમિ દ્વારકાના વસઈ ગામે ‘સેવા સેતુ 2.1’ અંતર્ગત વિશેષ શિબિરમાં જાતિના પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, પીએમજેએવાય કાર્ડ અને જન ધન બેંક ખાતા સહિતની સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.ખેડાના ગોબલજ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ કન્યા આદિવાસી છાત્રાલય ખાતે ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ યોજાયો હતો.ધ્રાંગધ્રાના સંસ્કારધામ ખાતે ૧૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ વિશાળ માનવ સાંકળ અને વિવિધ આકૃતિઓ રચી પર્યાવરણ જતન, પૃથ્વી રક્ષણ અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.

Gujarati

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ખનીજ વિભાગની મોટી કાર્યવાહી

તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ 4 ડમ્પર અટકાવવામાં આવ્યા હતા. જેમાં 2 ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા અને 2 ડમ્પર રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ ખનિજ વહન કરતા મળી આવ્યા હતા.ખનીજ વિભાગે આશરે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ક્રિષ્ના સ્ટોન ક્રશર અને સ્વાતી સ્ટોન ક્રશર ખાતે કબજો સોંપ્યો છે. સમગ્ર મામલે ખનીજ વિભાગ દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહીમાં જામનગર ખાણ ખનિજ વિભાગના નૈતિકભાઈ, આનંદભાઈ અને નિખીલભાઈ જોડાયા હતા.

Gujarati

નવરાત્રી અને દિવાળી પહેલા FSSAIએ પોતાની પકડ મજબૂત બનાવી, ખાદ્ય ભેળસેળ રોકવા માટે નિરીક્ષણ વધારવાનો આદેશ આપ્યો

FSSAI એ મંગળવારે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન મીઠાઈઓ, નાસ્તા, પીણાં, ખાદ્ય તેલ, દૂધ અને દૂધના ઉત્પાદનોની માંગ વધે છે, જેના કારણે આ ખોરાકની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે દેખરેખ અને કાર્યવાહીમાં વધારો કરવાની જરૂર છે.ખાદ્ય નિયમનકારે રાજ્યના ખાદ્ય સુરક્ષા કમિશનરોને નિર્દેશ આપ્યો છે કે તેઓ નિયુક્ત અધિકારીઓ, ખાદ્ય સુરક્ષા અધિકારીઓ અને કેન્દ્રીય ખાદ્ય સુરક્ષા અધિકારીઓને એવા સંવેદનશીલ સ્થળો અને વિસ્તારોમાં નિરીક્ષણ કરવા સૂચના આપે જ્યાં ભેળસેળનું જોખમ વધારે છે. અધિકારીઓને ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરવા પણ સૂચના આપવામાં આવી છે.

Gujarati

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ

આજે બેન્ક અને આઈટી શેર્સમાં લેવાલી જોવા મળી હતી. વાત કરીએ કોમોડીટી માર્કેટની તો આજે સોના-ચાંદીના ભાવમાં  સામાન્ય વધારો જોવા મળ્યો હતો.  MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 390 રુપિયા વધી 1 લાખ 49 હજાર નજીક તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 113 રુપિયા વધી 2 લાખ 26 હજારને પાર થયો છે. તો ડોલર સામે ભારતીય રુપિયો 7 પૈસા ગગડી 96.64 ની સપાટીએ પહોંચ્યો છે.

Gujarati

ડોક્ટરોની ફરજ ફક્ત સારવાર કરવાની નથી,પરંતુ દર્દીઓ પ્રત્યે કરુણા દર્શાવવાની પણ છે: રાષ્ટ્રપતિ મુર્મુ

પોતાના સંબોધનની શરૂઆતમાં, રાષ્ટ્રપતિએ બિલાસપુરમાં શક્તિપીઠ દેવી માતા નૈના દેવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે બિલાસપુરની પવિત્ર ભૂમિ અને તેના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "નૈના દેવીના આ પવિત્ર મંદિરની મુલાકાત લઈને મને ખૂબ આનંદ થાય છે. બિલાસપુર વીરોની ભૂમિ છે. તેના બહાદુર પુત્રોએ દેશની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. હું ભારતના રક્ષણમાં યોગદાન આપનારા તમામ અમર શહીદોને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું."આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ પાંચ સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું અને અન્ય વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2026 Max Temp : °C Min Temp : °C
apply