Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો માટે સુરત સિવિલનું DEIC બન્યું આશાનું કેન્દ્ર

વર્ષ 2016થી અત્યાર સુધીમાં 1,01,383થી વધુ બાળકોને અહીં વિવિધ સારવાર અને થેરાપીનો લાભ મળ્યો છે, જ્યારે હાલમાં આશરે 70 બાળકો નિયમિત સારવાર હેઠળ છે. કેન્દ્રમાં સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, ભાષાકીય અને બૌદ્ધિક વિકાસમાં વિલંબ સહિતની સમસ્યાઓ માટે સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન અને અન્ય સેવાઓ એક જ છત નીચે નિઃશુલ્ક આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાત ડો. સંદેશ મહિપાલે જણાવ્યું કે બાળકના વિકાસમાં વિલંબ જણાય તો વહેલી તકે નિદાન અને થેરાપી શરૂ કરવી જરૂરી છે. DEICમાં દરેક બાળક માટે વ્યક્તિગત સારવાર યોજના બનાવી માતા-પિતાને પણ બાળકના વિકાસમાં સહયોગ માટે તાલીમ આપવામાં આવે છે.

Gujarati

આધુનિક જીવનશૈલીમાં શારીરિક-માનસિક સ્વસ્થતા માટે યોગ જરૂરી: રાજ્યપાલ

તેમણે જણાવ્યું કે મોબાઇલના વધતા ઉપયોગ અને ભાગદોડભરી જીવનશૈલી વચ્ચે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે દરરોજ યોગ, આસન અને પ્રાણાયામ કરવો જરૂરી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ભારતની પ્રાચીન યોગ વિરાસતને વૈશ્વિક ઓળખ મળ્યાનું જણાવ્યું હતું. રાજ્યપાલે વિદ્યાર્થીઓને ઉત્તમ પુસ્તકો વાંચવાની ટેવ કેળવવા અને જીવનમાં ભૂલ થાય તો માતા-પિતા કે ગુરુજનોને જણાવવાની અપીલ કરી હતી.

Gujarati

સરકારી ઇમારતો સૌર ઊર્જાથી ઝળહળી, 95 મેગાવોટ વીજ ઉત્પાદન

ચાલુ નાણાકીય વર્ષમાં વધુ 15,000 સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક છે, જેના થકી વધુ 65 મેગાવોટ ક્ષમતા ઉમેરાશે. આ માટે વર્ષ 2026-27માં રૂ. 314 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. સરકારી ઇમારતો પર સ્થાપિત રિન્યુએબલ એનર્જી સિસ્ટમની દેખરેખ માટે ગુજરાત સરકારે IIoT આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ પણ શરૂ કરી છે.

Gujarati

મુન્દ્રાના વિરાણીયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની રાત્રિસભા યોજાઈ

રાજ્યપાલે બાળકોને મોબાઇલ, જંકફૂડ અને વ્યસનથી દૂર રાખવા માતા-પિતાને અપીલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી અને આયોજનબદ્ધ પશુપાલનને સમયની જરૂરિયાત ગણાવી હતી. સાથે જ વરસાદી પાણીનો સંગ્રહ, વૃક્ષારોપણ અને ગામની સ્વચ્છતા માટે સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.તેમણે શિક્ષણ, સામાજિક સમરસતા અને ગ્રામ્ય વિકાસ પર ભાર મૂકતાં ગામના સર્વાંગી વિકાસ માટે એકતા અને ભાઈચારાની ભાવના કેળવવા ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, તાલુકા પંચાયત પ્રમુખ સંતોકબા જાડેજા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

અમેરિકાએ વિશ્વના 50 દેશોના નાગરિકો પર લાદ્યો વિઝા બૉન્ડ

અમેરિકાએ 50 દેશોના નાગરિકો માટે પ્રવાસી અને બિઝનેસ વીઝા પર 20 હજાર ડોલર સુધીની ફી નક્કી કરી છે. આ વ્યવસ્થામાંથી ભારતને છૂટ આપવામાં આવી છે. જ્યારે બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળ સહિત દક્ષિણ એશિયાના કેટલાક દેશો સામેલ છે, અમેરિકન વિદેશ મંત્રાલયની યાદી મુજબ આ દેશના નાગરિકોને બી1 અને બી2 વિઝા માટે પાત્રતા હોવા પર આ ફી જમા કરવી પડશે. આ વ્યવસ્થા અંતર્ગત યાદીમાં સામેલ દેશોના પાસપોર્ટ પર યાત્રા કરનાર લોકોએ 10 હજાર, 15 હજાર અને 20 હજાર ડોલરની ફી ચૂકવવી પડશે.

Gujarati

રાજ્યના 93 ખેડૂતો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’થી સન્માનિત

 ગાંધીનગર ખાતે  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ સમારંભનું આયોજન કરાયું હતું.  સમારંભમાં  પ્રાકૃતિ ખેતી  તેમજ કૃષિ ક્ષેત્રમાં અવનવા પ્રયોગો થકી સફળતા પ્રાપ્ત કરનારા રાજયકક્ષાના 10 તેમજ જિલ્લા કક્ષાના  83 ખેડૂતોને સન્માનિત કરાયા હતા.  કાર્યક્રમમાં 14 નવનિયુક્ત મદદનીશ ખેતી નિયામકોને નિમણૂક પત્ર પણ સોંપવામાં આવ્યા હતા.  મુખ્યમંત્રીએ  ભારપૂર્વક કહ્યું કે,  હાલમાં સારી ગુણવત્તા  માટે પ્રાકૃતિક ખેતી સિવાય કોઈ ઉપાય નથી.

Gujarati

કચ્છના ધોળાવીરાને કેન્દ્ર સરકાર દ્વારા મળ્યો કેટેગરી Aનો દરજ્જો

કેન્દ્ર સરકારના નવા ગેઝેટ નોટિફિકેશન બાદ ધોળાવીરાના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે... ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ધોળાવીરાને કેટેગરી-Aના દરજ્જામાં સામેલ કરવામાં આવ્યું છે..કચ્છનું ધોળાવીરા હવે તાજમહેલ અને લાલ કિલ્લા જેવા દેશના મહત્વના સ્મારકોની શ્રેણીમાં આવશે, નવા નિયમો હેઠળ ધોળાવીરાના સંરક્ષણ, દેખરેખ અને વ્યવસ્થાપન માટે વધુ કડક જોગવાઈ કરવામાં આવી છે. સ્મારકની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં નવા બાંધકામ પર નિયંત્રણ રહેશે. તેમજ નિયંત્રિત વિસ્તારમાં બાંધકામ માટે સંબંધિત સત્તાધિકારીની પૂર્વ મંજૂરી જરૂરી રહેશે.

Gujarati

અમદાવાદમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ પ્રદર્શનનો શુભારંભ

રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ વિષયક વિશેષ મલ્ટિમીડિયા પ્રદર્શનનું આયોજન કર્યું.... અમદાવાદના મેયર હિતેશ બારોટના હસ્તે પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો...PM મોદીની ગુજરાતથી શરૂ થયેલી 25 વર્ષની જનસેવા, નેતૃત્વ અને વિકાસયાત્રાને વિવિધ પેનલ, પોસ્ટર્સ, દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓ અને મલ્ટિમીડિયા માધ્યમથી પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે. ગુજરાતના કૃષિ-પશુપાલન, શિક્ષણ, ઉદ્યોગ, બંદરો, ઊર્જા, જળશક્તિ, મહિલા સશક્તીકરણ અને સામાજિક વિકાસ સહિતના ક્ષેત્રોમાં થયેલી કામગીરીની ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી છે.

Gujarati

PM મોદીએ એશિયન ગેમ્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન આપ્યા, જાણો શું કહ્યું ?

એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવીને સતત બીજી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 211 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 192 રન બનાવી શકી હતી.

અભિષેક શર્મા અને તિલક વર્માની શાનદાર બેટિંગ

ભારત તરફથી અભિષેક શર્માએ 28 બોલમાં 61 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તિલક વર્માએ માત્ર 22 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. બંનેની શાનદાર બેટિંગના કારણે ભારતે 211 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો.

હસન નવાઝની 96 રનની ઇનિંગ્સ છતાં પાકિસ્તાન હાર્યું

Gujarati

એશિયન ગેમ્સમાં ભારતે મલેશિયાને 5-1થી હરાવીને હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સ 2026માં ફાઇનલમાં મલેશિયાને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે ગિફુ પ્રીફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાના ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યો. આ જીત સાથે, ભારતીય ટીમે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું.

ભારત અને મલેશિયા વચ્ચે પ્રથમ ક્વાર્ટરમાં મેચ ડ્રો રહી

ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી. 11મી મિનિટે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. જોકે, 14મી મિનિટે મલેશિયાની શેલી સિલ્વરિયસે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબરી કરી દીધી હતી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2026 Max Temp : °C Min Temp : °C
apply