સુરતમાં ઈ-રક્ષક હેકેથોનનું ગ્રાન્ડ ફિનાલે, સાયબર સુરક્ષા માટે વિદ્યાર્થીઓએ રજૂ કર્યાં નવીન સોલ્યુશન
હેકેથોનમાં છ રાજ્યોની 13થી વધુ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન કોલેજોની 31 ટીમોના 150થી વધુ વિદ્યાર્થીઓએ સાયબર સુરક્ષા અને ડિજિટલ પડકારોના ઉકેલ માટે તૈયાર કરેલાં પ્રોટોટાઇપ રજૂ કર્યાં હતાં.હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ સીસીટીવી કેમેરાને એક જ ડેશબોર્ડ સાથે જોડવાનું સરકારનું સ્વપ્ન છે. સાયબર સુરક્ષા અને પોલીસિંગને વધુ અસરકારક બનાવવા હાર્ડવેરને બદલે સોફ્ટવેર આધારિત ટકાઉ ઉકેલો વિકસાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. યુવાનોના ટેકનોલોજી આધારિત સંશોધનનો ઉપયોગ ભવિષ્યમાં એફઆઈઆર અને સાયબર ગુનાઓના ઉકેલની પ્રક્રિયામાં કરવામાં આવશે.