Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે જીપીએસસીના ચેરમેન અને નવનિયુક્ત સભ્યોની શુભેચ્છા મુલાકાત

આ મુલાકાત દરમ્યાન જી.પી.એસ.સી.ના ચેરમેનએ રાજ્યાપલને આયોગની કામગીરી અને આગામી આયોજન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આયોગમાં નવા સભ્યોની નિમણૂંકથી ભરતી પ્રક્રિયાને વેગ મળતા રાજ્યની સરકારી સેવાઓમાં વધુને વધુ યુવા પ્રતિભાઓ સામેલ થશે.આ પ્રસંગે ચેરમેનએ જી.પી.એસ.સી. દ્વારા કરવામાં આવેલી નવીન પહેલો વિશે જાણકારી આપી હતી. જેમાં અવસર પોર્ટલનો ઉલ્લેખ કરીને યુવા પ્રતિભાઓને યોગ્ય મંચ મળી રહે તે અંગે શરૂ કરાયેલી વ્યવસ્થા અંગે માહિતી પુરી પાડી હતી.રાજ્યપાલએ તમામ નવનિયુક્ત સભ્યોને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Gujarati

ભારત-અમેરિકાના બોન્ડ યીલ્ડ ગેપ લગભગ 2% સુધી ઘટીને 20 વર્ષના નીચલા સ્તરે: જેફરીઝ

આ ગેપ લગભગ બે દાયકામાં તેના સૌથી નીચા સ્તરની નજીક છે. જેફરીઝના ઇન્ડિયા ઇક્વિટી સ્ટ્રેટેજી રિપોર્ટ અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે ફુગાવાનો તફાવત પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે, જેના કારણે લાંબા ગાળા માટે ભારતીય બોન્ડ પર અમેરિકાની તુલનામાં નીચું યીલ્ડ પ્રીમિયમ થઈ શકે છે.જેફરીઝે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં ભારતના 10 વર્ષના સરકારી બોન્ડ યીલ્ડમાં લગભગ 50 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. આ વધારો વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો અને નાણાકીય નીતિ કડક થવાની અપેક્ષાઓ વચ્ચે થયો છે.

Gujarati

નર્મદા જિલ્લામાં 1692 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના નવ વર્ષ પૂર્ણ

નર્મદા જિલ્લામાં કાર્યરત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અબોલ પશુ-પક્ષીઓ માટે તાત્કાલિક સારવારની સુવિધા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કોઈપણ પશુ કે પક્ષીને ઈમરજન્સી સારવારની જરૂરિયાત હોય ત્યારે 1962 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી જરૂરી પશુચિકિત્સાકીય સારવાર પૂરી પાડે છે.નર્મદા જિલ્લામાં છેલ્લા નવ વર્ષ દરમિયાન કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા વિવિધ પ્રકારની પશુચિકિત્સાકીય સેવાઓ પૂરી પાડવામાં આવી છે.

Gujarati

‘સ્ટેક સ્ટેશન’,‘ડાયમંડ કટ્સ’થીમેટિક ઇન્ટિરીયર અને ‘પ્રકૃતિ સાથે પ્રગતિ’સાધતું અનોખુ એન્જિનિયરીંગ મોડેલ સમગ્ર દેશ માટે દિશાસૂચક

સુરત મેટ્રોમાં ડાયમંડ કટ્સ આધારિત થીમેટિક ઇન્ટિરિયર, દેશના પ્રથમ સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન સહિતની વિશેષતાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ખાતે અંદાજિત 110 ફૂટ ઊંડાઈએ સ્ટેક્ડ મેટ્રો સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અડાજણ ખાતે 700 વર્ષથી વધુ જૂના ઐતિહાસિક ચોર આમલી વૃક્ષના જતન માટે મેટ્રોનું અલાઈનમેન્ટ બદલવામાં આવ્યું છે. ડ્રીમ સિટી ડેપોમાં ૩ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે.મજુરાગેટ સ્ટેશન કોરિડોર-1 અને કોરિડોર-2ને જોડતું ઇન્ટરચેન્જ હબ બનશે.

Gujarati

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-રાજપીપલા ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 700થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17 અને ઓપન કેટેગરીના ખેલાડીઓએ વિવિધ એથ્લેટિક્સ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાના સિન્થેટિક ટ્રેક પર યોજાયેલી સ્પર્ધા ખેલાડીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ આધુનિક સુવિધાથી નર્મદા જિલ્લાના યુવા ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ અને સ્પર્ધાત્મક અનુભવ મેળવવાની તક મળી રહી છે.

Gujarati

મોરબી કલેક્ટરએ અપીલ શાખા અને કાયદાકીય શાખાની મુલાકાત લઈ કરાયું કામગીરીનું નિરીક્ષણ

તેમણે શાખાની કામગીરી, પેન્ડિંગ કેસો તથા વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, અધિકારી-કર્મચારીઓને કામગીરીમાં સમયબદ્ધતા અને ચોકસાઈ જાળવવા તેમજ અરજદારો અને પક્ષકારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

Gujarati

ધ્રાંગધ્રાના સંસ્કારધામ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 1250થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય માનવ સાંકળ રચવામાં આવી

વિવિધ થીમ આધારિત માનવ રચિત રંગોળી અને આકૃતિઓ દ્વારા પર્યાવરણ જતન, પૃથ્વી રક્ષણ અને સેવા ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ખુલ્લા મેદાનમાં શિસ્તબદ્ધ રીતે રચાયેલી આ વિશાળ માનવ સાંકળ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, પદાધિકારીઓ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

મેડિસીન ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત, જાણો કોને મળી સિદ્ધિ ?

સ્ટોકહોમની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે નોબેલ એસેમ્બલી દ્વારા વર્ષ 2026ના મેડિસિન ક્ષેત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.... આ પ્રતિષ્ઠિત પુરસ્કાર કાર્લ ડાઈસેરોથ, પીટર હેગેમૈન અને જ્યોર્જ નાગેલને સંયુક્ત રીતે ‘ઓપ્ટોજેનેટિક્સ’ ક્ષેત્રમાં કરેલી ક્રાંતિકારી શોધ માટે એનાયત કરવામાં આવ્યો છે.

ઓપ્ટોજેનેટિક્સ એવી તકનીક છે, જેના દ્વારા પ્રકાશની મદદથી મગજના ચેતા કોષોને સક્રિય અથવા નિષ્ક્રિય કરી શકાય છે. આ શોધના માધ્યમથી વૈજ્ઞાનિકો માટે મગજમાં યાદશક્તિ, લાગણીઓ અને જટિલ વર્તન સાથે સંકળાયેલી પ્રક્રિયાઓને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ મળી છે.

Gujarati

બદ્રીનાથ ધામ ખાતે શ્રદ્ધાળુઓનો નવો રેકોર્ડ, અત્યાર સુધી 18.67 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ ધામની યાત્રાએ આ વર્ષે નવો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધીમાં 18.67 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન બદ્રી વિશાળના પવિત્ર ધામના દર્શન કર્યા છે. આ સાથે 2023માં નોંધાયેલા 18.39 લાખ શ્રદ્ધાળુઓના અગાઉના રેકોર્ડને પાર કરી દેવામાં આવ્યો છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.

શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા આ વર્ષે બદ્રીનાથ ધામમાં દર્શન કરનારા ભક્તોની સંખ્યા 20 લાખને પાર કરે તેવી શક્યતા છે. રવિવારે જ 14 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા અને ભગવાન બદ્રી વિશાળની પૂજા-અર્ચના કરી હતી.

Gujarati

સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે 'પાટણ પેક્સ-2026' ટપાલ ટિકિટ પ્રદર્શનનું આયોજન

પાટણ ડાક ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-2026’નું પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂતે કર્યું ઉદ્ઘાટન... પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે, ડાક ટિકિટોના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાઈ શકશે જેન-ઝેડ અને જેન-આલ્ફા યુવા પેઢી... ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, ફિલેટલી ઇતિહાસ અને વર્તમાન વચ્ચે એક સુંદર સેતુનું કાર્ય કરે છે...

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2026 Max Temp : °C Min Temp : °C
apply