Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પશુપાલન મંત્રી જીતુ વાઘાણીની સૂચનાથી મહેસાણા-કડી વિસ્તારમાં મેગા સરપ્રાઇઝ ચેકિંગ

ગુજરાતમાં તાજેતરમાં જ પશુઓના આહારની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નવો કાયદો ઘડાયો છે અને રાજ્યપાલએ તેને મંજૂરી પણ આપી દીધી છે. જ્યારે બીજી બાજુ રાજ્ય સરકારે ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે. પશુપાલકોના હિતનું રક્ષણ કરવા માટે પશુપાલન મંત્રી જીતુ વાઘાણીના નિર્દેશ હેઠળ ગઈકાલે તા. 11/10/2026ના રોજ મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં વિવિધ વેરહાઉસો પર સરપ્રાઇઝ સંયુક્ત તપાસ હાથ ધરી મોટો જથ્થો સીલ કરવામાં આવ્યો છે.

Gujarati

ભારત વિશ્વનું કાર ઉત્પાદન કેન્દ્ર બનશે: પિયુષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મહત્ત્વપૂર્ણ નિદેવન આપ્યું... નિવેદનમાં તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી સાથે જોડાણ કરીને નવી રોજગાર, વ્યવસાય અને રોકાણની તકો ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં વિશ્વનું અગ્રણી કાર ઉત્પાદન કેન્દ્ર બનશે. નવી દિલ્હીમાં 'દિલ્હી સંવાદ: ભવિષ્ય માટે તૈયાર ભારત માટે નીતિઓ' કાર્યક્રમને સંબોધતા, તેમણે વૈશ્વિક બજારો સાથે જોડાણ, આત્મનિર્ભરતા, ગુણવત્તા અને યુવાનો માટે રોજગારની તકોને ભારતની આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા.

વૈશ્વિક ટેકનોલોજી અને રોજગાર પર બેવડું ભાર

Gujarati

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચનું ‘મિશન સાયબર રક્ષિકા’, 8 આરોપીઓ સકંજામાં

અમદાવાદ શહેર પોલીસ દ્વારા “મિશન સાયબર રક્ષિકા – #SecureHerSpace” અભિયાન હેઠળ એક મહિનામાં 9 FIR નોંધવામાં આવી.... આ કેસોમાં એક મહિલા સહિત 8 આરોપીઓ અને 3 બાળ કિશોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ અભિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલની સૂચના અને માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. નાયબ પોલીસ કમિશનર ડૉ. રવિના સિન્હા અને મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાના માર્ગદર્શન હેઠળ મહિલાઓને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા અને ઑનલાઇન હેરાનગતિ, બ્લેકમેઇલિંગ તથા સાયબર શોષણ સામે રક્ષણ આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Gujarati

અમેરિકાના રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને 2026નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

અમેરિકાના રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને વર્ષ 2026નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઑફ સાયન્સિસે આ જાહેરાત કરી હતી. બંને અર્થશાસ્ત્રીઓને “મેક્રોઇકોનોમિક સ્થિરતાના સૂક્ષ્મ આર્થિક પાયા” પરના સંશોધન માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો છે.

આ પુરસ્કારનું સત્તાવાર નામ ‘સ્વેરિગેસ રિક્સબેંક પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સિસ ઇન મેમરી ઑફ આલ્ફ્રેડ નોબેલ’ છે. આ વર્ષનો આ છેલ્લો નોબેલ પુરસ્કાર છે, જેની સાથે 1.2 કરોડ સ્વીડિશ ક્રોનર એટલે કે અંદાજે 12 લાખ અમેરિકન ડૉલરની રકમ આપવામાં આવે છે.

Gujarati

ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ તેજ ગતિએ: રાજ્યમાં વધુ 25 ઔદ્યોગિક એકમોને સહાય મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ઉદ્યોગોના સર્વાંગી વિકાસ અને રોકાણને પ્રોત્સાહન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દિશામાં વધુ એક મોટું પગલું ભરતાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં રાજ્યના વધુ 25 ઔદ્યોગિક એકમોને સહાય આપવા માટે ફાઇનલ એલિજિબિલિટી પ્રમાણપત્રો આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ થકી રાજ્યમાં કુલ રૂ.

Gujarati

ઉભરતા ગાયક શિવાયના ‘Hanju’ ગીતની સફળતા બાદ વધુ એક ગીત ‘Earring’ નું ધમાકેદાર લોન્ચિંગ

સંગીતક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહેલા ગુજરાતના ઉભરતા ગાયક કલાકાર શિવાયના નવા ગીત ‘Earring’ (ઇયરિંગ)નું ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે ધમાકેદાર લોન્ચિંગ થયું હતું. આ લોન્ચ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. 

Gujarati

ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરહદ પર ફરજ બજાવવાનો પૂર્વ અગ્નિવીરોનો અનુભવ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી થશે. પૂર્વ અગ્નિવીરોને વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ પણ આપવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા આ અંગેના સુધારેલા ભરતી નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

Gujarati

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા હુમલાની તપાસ NIA કરશે

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસ 'એન્ટી-હાઇજેકિંગ એક્ટ, 2016' અને 'અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 1967' ની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. ઓક્ટોબરના રોજ NIA દ્વારા નોંધાયેલી FIRનો હવાલો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073ના કોકપિટમાં ભારતીય પાયલટ મચ્છર પર તેમના સહ-પાયલટે કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલો કથિત રીતે વિમાનનું અપહરણ કરવા અથવા તેને ક્રેશ કરવાના પ્રયાસના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.

Gujarati

વાપીમાં ઔદ્યોગિક સુરક્ષા અને હવા પ્રદૂષણ મોનિટરિંગ અંગે સેમિનાર યોજાયો

આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મનસુખ માંડવિયાએ ઔદ્યોગિક વિકાસ માટે ટકાઉપણું અને પર્યાવરણની સુરક્ષાને અનિવાર્ય ગણાવ્યાં હતાં. તેમણે સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, માળખાગત સુવિધાઓ અને GSTના સરળ માળખાનો ઉલ્લેખ કર્યો હતો.અર્જુન મોઢવાડિયાએ વાપીના ઔદ્યોગિક વિકાસ અને રોજગાર સર્જનમાં ઉદ્યોગોના યોગદાનની પ્રશંસા કરી હતી. સેમિનારમાં ગ્રીન પ્રોડક્ટ્સ, રિસાયક્લિંગ અને પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકાયો હતો.

Gujarati

રાજ્યના 136 બસ સ્ટેન્ડ પર ગ્રામ હાટ શરૂ, સખી મંડળોની બહેનોને મળશે વિશાળ બજાર

આ સાથે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે વિવિધ પહેલો અને ત્રિદિવસીય સરસ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સખી મંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલાની વસ્તુઓ અને ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓને ગ્રામ હાટના માધ્યમથી વિશાળ બજાર મળશે. મહિલાઓને ડિજિટલ ઉદ્યોગસાહસિક બનાવવા પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની છે. ઉપરાંત, રાજ્યનાં18 હજાર ગામોમાં મહિલા સંચાલિત અમૂલ મિલ્ક પાર્લર શરૂ કરવાની યોજના છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2026 Max Temp : °C Min Temp : °C
apply