Skip to main content
Settings Settings for Dark

Live TV

X

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાબરમતી નદી પર 480 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આશરે 36 મીટર ઊંચાઈ ધરાવતો આ પુલ 12 માળની ઇમારત જેટલો ઊંચો છે અને અમદાવાદમાં બુલેટ ટ્રેન કોરિડોરના મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સ પૈકીનો એક છે.

આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇન નજીક આવેલો છે અને જમીનથી આશરે 14.8 મીટરની ઊંચાઈ પર છે. પુલ સાબરમતી સ્ટેશન અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. તે સાબરમતી સ્ટેશનથી આશરે 1 કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર છે.

Gujarati

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ : રોહિત શર્માના નામે વધુ એક મોટી સિદ્ધિ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ન્યુ ચંદીગઢના PCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચમાં 2 રન બનાવતાની સાથે જ રોહિત શર્માએ ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.

રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે 10 હજાર રન પૂર્ણ કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં 2 રન બનાવતાની સાથે જ તેણે આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. રોહિત ભારત તરફથી ઓપનર તરીકે 10 હજાર રન પૂર્ણ કરનાર માત્ર બીજા બેટ્સમેન બન્યા છે. તેમના પહેલાં આ સિદ્ધિ માત્ર સચિન તેંડુલકરે હાંસલ કરી હતી.

Gujarati

ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણને નવી દિલ્હીમાં પાંચમું કૌટિલ્ય આર્થિક સંમેલનનું કર્યું ઉદ્ધાટન

ઉપરાષ્ટ્રપતિ સી. પી.રાધાકૃષ્ણને નવી દિલ્હીમાં યોજાયેલા પાંચમા કૌટિલ્ય આર્થિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું...  સંમેલનમાં IEGના અધ્યક્ષ અને બોર્ડ ઑફ ટ્રસ્ટીઝના સભ્ય એન. કે. સિંહ, બોર્ડ ઑફ ગવર્નર્સના ચેરમેન ડૉ. માઇકલ દેબબ્રતા પાત્રા સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા... ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, ઝડપથી બદલાતા વૈશ્વિક પરિદૃશ્યમાં ભારતને એવી આર્થિક નીતિઓની જરૂર છે, જે લવચીક, સમાવેશી અને બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ હોય.

Gujarati

એશિયન ગેમ્સમાં ભારતે સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો, પાકિસ્તાનને 19 રને હરાવ્યું

ભારતે એશિયન ગેમ્સ 2026 ના પુરુષ ક્રિકેટ ફાઇનલમાં પાકિસ્તાનને 19 રનથી હરાવીને સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, 20 ઓવરમાં 6 વિકેટે 211 રન બનાવ્યા. જેની સામે પાકિસ્તાન 20 ઓવરમાં 6 વિકેટે 192 રન જ બનાવી શક્યું. અભિષેક શર્મા અને તિલક વર્માની અડધી સદી બાદ, બોલરોએ પણ ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.

અભિષેક અને તિલક ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી રહ્યા હતા.

Gujarati

નર્મદા જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં જિલ્લામાં નાગરિક પુરવઠા વ્યવસ્થા, જાહેર વિતરણ પ્રણાલીની અસરકારકતા, ગ્રાહક સુરક્ષા, તકેદારી સમિતિની કામગીરી અને તોલમાપ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Gujarati

નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં જિલ્લામાં નાગરિક પુરવઠા વ્યવસ્થાની કામગીરી, જાહેર વિતરણ પ્રણાલીની અસરકારકતા, ગ્રાહક સુરક્ષા તેમજ તકેદારી સમિતિની કામગીરી, તોલમાપ, દુકાનોમાં સમયાંતરે ચકાસણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠકની દરમિયાન જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં નોંધાયેલા રેશનકાર્ડ ધારકો, જાહેર વિતરણ પ્રણાલી હેઠળ અનાજના વિતરણ, વિવિધ યોજનાઓની અમલવારી તેમજ વિભાગ દ્વારા હાથ ધરાતી કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી હતી.

Gujarati

ગુજરાતમાં ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટરના વિકાસને વેગ આપવા નવી માર્ગદર્શિકા જાહેર

 આ માર્ગદર્શિકા હેઠળ GCCની ઓળખ, પાત્રતા, નવા સેન્ટરની સ્થાપના, હાલના સેન્ટરના વિસ્તરણ તથા વિવિધ પ્રોત્સાહક સહાય મેળવવા માટેની પ્રક્રિયાનું સ્પષ્ટ માળખું નક્કી કરવામાં આવ્યું છે.

વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ ઇન્સેન્ટિવ માટેની અરજીથી લઈને ક્લેમની ચકાસણી અને ચુકવણી સુધીની પ્રક્રિયા એક જ ડિજિટલ પ્લેટફૉર્મ પર કરવામાં આવશે. Directorate of ICT & e-Governance દ્વારા વિકસાવવામાં આવેલા Integrated Incentive Management Portal પર ઇન્સેન્ટિવ અરજી, ક્લેમ પ્રોસેસિંગ, ચુકવણી તેમજ Skill Development Courses માટે અરજી કરી શકાશે.

Gujarati

રાજપીપળામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત 157 વૃક્ષારોપણ

કાર્યક્રમમાં નાંદોદના પ્રાંત અધિકારી પરસનજીત કૌર અને બેંક ઓફ બરોડાના અધિકારીઓની ઉપસ્થિતિમાં RSETIના નિર્માણાધીન કેમ્પસમાં 157 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.પ્રાંત અધિકારી  પરસનજીત કૌરે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, માનવી ખોરાક વિના લાંબો સમય જીવી શકે છે, પરંતુ ઓક્સિજન વિના જીવન શક્ય નથી. તેમણે માત્ર વૃક્ષારોપણ કરવા પૂરતું મર્યાદિત ન રહેતા વાવેલા વૃક્ષોની ઓછામાં ઓછી બે વર્ષ સુધી યોગ્ય માવજત કરવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.

Gujarati

વડીયા તાલુકામાં સિંહણના હુમલામાં ઇજાગ્રસ્તોની રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ લીધી મુલાકાત

આ હુમલામાં ભોગ બનેલા વનકર્મી સહિતના કુલ પાંચ નાગરિકો હાલ અમરેલી સ્થિત શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહ્યા છે.ઇજાગ્રસ્તોની સ્થિતિની ત્વરિત સમીક્ષા કરવા અને તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી  કૌશિક વેકરીયાએ આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

Gujarati

એશિયન ગેમ્સ 2026: પ્રણવી ઉર્સે રચ્યો ઈતિહાસ, ગોલ્ફમાં ભારત માટે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો; મહિલા ટીમે સિલ્વર મેડલ મેળવ્યો

કસુગાઈ કન્ટ્રી ક્લબના ઈસ્ટ કોર્સ ખાતે ચાર દિવસ સુધી ચાલેલી સ્પર્ધામાં, પ્રણવીએ કુલ 15-અંડર 265ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેના શાનદાર પ્રદર્શનને કારણે, ભારતીય મહિલા ટીમે પણ 14-અંડર 546ના સંયુક્ત સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

આ સિદ્ધિ મેળવનારી પ્રણવી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2026 Max Temp : °C Min Temp : °C
apply